- દીકરાનો મૃતદેહ જોઈ પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું
- 3 યુવાનો નર્મદા કેનાલના કિનારે હાથ-પગ ધોવા ગયા ત્યારે ઘટના બની
પાવાગઢ દર્શને ગયેલા વડોદરાના પાંચ વિદ્યાર્થી સાથે મોટી દુર્ઘટના બની છે.. આ અકસ્માતમાં એકને બચાવવા જતા બીજાએ જીવ ગુમાવ્યો છે..
પંચમહાલમાં મિત્રને બચાવવા જતાં મિત્રએ જીવ ગુમાવતા અરેરાટી વ્યાપી ગઇ છે.. આ બનાવમાં નર્મદા કેનાલમાં ડૂબેલ મિત્રને બચાવવા જતાં યુવકે જીવ ગુમાવ્યો છે. 5 જેટલા વિદ્યાર્થીઓ પાવાગઢ દર્શન કરીને પરત આવી રહ્યા હતા.. ત્યારે 3 યુવાનો નર્મદા કેનાલના કિનારે હાથ-પગ ધોવા ગયા ત્યારે આ ઘટના બની છે.. પાવાગઢ દર્શને ગયેલા વડોદરાની પારુલ યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ સાથે મોટી દુર્ઘટના બની છે.. નર્મદા કેનાલમાં ડૂબતા મિત્રનો જીવ બચાવવા બીજા મિત્રએ મોત વ્હાલું કર્યા ની ઘટના પ્રકાશમાં આવી છે. એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર યુવકે કેનાલમાં છલાંગ લગાવી હતી. જેમાં ચરણતેજા નામના યુવકનું મોત નિપજ્યુ છે.
આ ઘટનામા પ્રાપ્ત માહિતી અનુસાર, પારુલ યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ પાવાગઢ દર્શન કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે પાંચ વિદ્યાર્થીઓ માંથી ચરણતેજા, વરુણ કુમાર અને ચૈતન્ય નામના ત્રણ વિદ્યાર્થીઓ હાથપગ ધોવા માટે નર્મદા કેનાલના કિનારે ગયા હતા. જે પૈકી વરુણકુમારનો પગ લપસ્યો હતો, જેથી તે સીધો કેનાલમાં પડ્યો હતો. તેને તરતા ન આવડતુ હોવાથી વરુણ કુમાર પાણીમાં તણાવા લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. આમ મિત્ર વરુણને બચાવવા માટે તેના મિત્ર છલાંગ લગાવી હતી.. મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી 19 વર્ષીય યુવક ચરણતેજાએ કેનાલમાં છલાંગ લગાવી હતી. જોકે, જોતજોતામાં બંને યુવકો કેનાલમાં ગરકાવ થયા હતા. જેમાં વરુણકુમાર તો યેનકેન પ્રકારે બચી ગયો હતો, પંરતુ ચરણતેજા મોતને ભેટ્યો હતો. ચરણતેજાનો મૃતદેહ આજ રોજ હાલોલના આંબા તળાવ નજીક નર્મદા કેનાલમાંથી મળી આવ્યો છે. આ ઘટનાને લઈ આંધ્ર પ્રદેશથી તેના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. અને યુવાન દીકરાનો મૃતદેહ જોઈને પરિવારજનો પોક મૂકીને રડી પડ્યા હતા.