સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા ગામવાસીઓને સરકારશ્રીની યોજનાઓની માહિતીસહ લાભ આપવામાં આવ્યો.
પાટણ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગામેગામ સન્માન થઈ રહ્યું છે. જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાઈ રહ્યા છે. જે અંતર્ગત આજે સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામમા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામવાસીઓ દ્વારા કુમકુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં લોકોએ ભાગ લઈને વિકસિત ભારત અંતર્ગત સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આરોગ્યના કેમ્પનો લાભાર્થીઓ લાભ લીધો હતો. જેમાં બીપી અને ડાયાબિટીસ ચેકઅપ કરાયું હતું આ સંકલ્પ યાત્રામાં લાભાર્થીઓએ આયુષ્યમાન યોજના અંતર્ગત કાર્ડ પણ નિકાલ્યા હતા.
જેમાં પ્રધાનમંત્રી જન આવાસ યોજના, આધારકાર્ડ, પોષણ અભિયાન, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના જેવી સરકારશ્રીની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
મેરી કહાની મેરી જુબાની અંતર્ગત ગામના ખેડૂત રમેશજીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત તેમને મળેલા લાભની વાત જણાવી હતી તો નાબાર્ડ તેમજ મુખ્યમંત્રી માલ સંગ્રહ ગોડાઉન યોજના અંતર્ગત થયેલા લાભની વાત ખેડૂત જનકભાઈએ રજુ કરી હતી. કાર્યક્રમ બાદ સૌએ શપથ ગ્રહણ કરી ખેડૂત રમેશભાઈના ખેતરમાં ડ્રોન નિદર્શન નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોર પૂર્વ પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, TDO વિજયસિંહ ઉપરાંત પદાધિકારીઓ, ગામના આગેવાનો સહિત ગામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.