આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માતમાં 25 લોકો ઘાયલ થવાના સામાચાર છે, અમદાવાદ-ઇન્દોર હાઇવે પર વહેલી સવારે બે ટ્રાવેલ્સ સામ સામે ટકરાઇ હતી, જેમાં 25 લોકો ઇજાગ્રસ્ત થયા હતો, હાલમાં આ તમામ ઇજાગ્રસ્તોને અમદાવાદ અને ગોધરાની હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના હાઇવે પર ગળતેશ્વરના મેનપુરા પાસે ઘટી હતી.
અકસ્માતની ઘટના એવી છે કે, વહેલી સવારે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર બે ટ્રાવેલ્સ સામ સામે ટકરાઇ હતી, આ અકસ્માત અમદાવાદ-ઇન્દોર હાઇવે પર આવેલા ગળતેશ્વર તાલુકાના મેનપુરા પાસે થયો થયો હતો, આ અકસ્માતમાં ટ્રાવેલ્સમાં સવાર 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત થયેલી ટ્રાવેલ્સમાં એક ટ્રાવેલ્સ ઉજ્જૈનથી પાછી ફરી રહી હતી, જેમાં અમદાવાદના નરોડાના મુસાફરો સવાર હતા, તો વળી બીજી ટ્રાવેલ્સ મુસાફરોને મધ્યપ્રદેશથી જામજોધપુર લઇ જઇ રહી હતી. લોકો કહી રહ્યાં છે કે, અકસ્માત અમદાવાદ-ઇન્દોર હાઇવે પર પડેલા મસમોટા ખાડાના કારણે સર્જાયો છે. આ સાથે જ હાઇવે ઓથોરિટીની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને સ્થાનિકો અને પોલીસની મદદથી 108 દ્વારા હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.