મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાપાન પ્રવાસના બીજા દિવસે વિવિધ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન્સ અને ફાયનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ સાથે યોજેલ બેઠકોના ભાગરૂપે જાપાન બેન્ક ફોર ઈન્ટરનેશનલ કો-ઓપરેશન (JBIC)ના ચેરમેન શ્રી ટડાશી મેઈડા, ગવર્નરશ્રી હયાશી નોબુમિત્સુ તથા અન્ય પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીશ્રી જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસની નીતિના કારણે વૈશ્વિક રોકાણકારો માટે ભારત-ગુજરાત ‘બેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન’ બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અને JBIC વચ્ચે લાંબા સમયના સહયોગનો ઉલ્લેખ કરીને આગામી #VGGS2024માં ઉપસ્થિત રહેવા માટે પાઠવેલ આમંત્રણના પ્રતિભાવમાં JBIC ના ચેરમેનશ્રીએ ધોલેરા SIR ને જાપાનીઝ રોકાણકારો માટે ફોકસ એરિયા ગણાવી વાઈબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાત સરકાર સાથે કામ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જાપાનના ટોક્યો ખાતે ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપની (TEPCO) રિન્યુએબલ એન્ડ પાવરના પ્રેસિડેન્ટ શ્રી માસાશી નાગાસાવા, મેનેજિંગ ડિરેક્ટર્સ શ્રી હિરોયુકી નિશિયામા અને શ્રી મસાકી હોન્ડા સાથે બેઠક યોજીને ગુજરાતમાં પમ્પ્ડ-સ્ટોરેજ હાઇડ્રોઇલેક્ટ્રીસીટી સહિત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રહેલી સંભાવનાઓ બાબતે ચર્ચા કરી હતી તેમજ આગામી #VGGS2024 માં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું.