- ગુજરાત સાથે જેટ્રોની લાંબા સમયની સહભાગીતાથી રાજ્યમાં રોકાણો મોટા પાયે આકર્ષિત થયા છે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Gujarat CM Bhupendra Patel ગુજરાત ડેલિગેશન સાથેના જાપાન પ્રવાસના બીજા દિવસે જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન-જેટ્રો JETRO ના પ્રેસિડન્ટ શ્રીયુત સુસુમુ કટાઓકા સાથે ફળદાયી બેઠક યોજી હતી.
જેટ્રોએ જાપાન અને વૈશ્વિક વેપાર સમુદાય વચ્ચે આર્થિક ભાગીદારી અને સહયોગ વધારવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
એટલું જ નહીં ગુજરાતમાં પણ જેટ્રો લાંબા સમયથી સહયોગી રહ્યું છે. તેની આ બેઠકમાં વિશદ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ જાપાની ઉદ્યોગો કંપનીઓને ગુજરાતમાં રોકાણો માટે આકર્ષિત કરવા અને સહાયરૂપ થવા જેટ્રોએ અમદાવાદ Ahmedabad માં બિઝનેસ સપોર્ટ સેન્ટર શરૂ કર્યું છે તે માટે આનંદ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી Pm Narendra Modi ના દિશાદર્શનમાં ગુજરાત સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, મેડિકલ ડિવાઇસીસ, જેવા સેક્ટર્સમાં અગ્રેસર બનવાની નેમ સાથે આગળ વધી રહ્યું છે. આ સંદર્ભમાં જેટ્રો સેમિકન્ડક્ટર, ગ્રીન ટેકનોલોજી, બલ્ક ડ્રગ, મેડિકલ ડિવાઇસીસ, સીરામીક એન્ડ ટેક્સટાઇલ ઉદ્યોગોમાં રોકાણો આકર્ષવામાં સહભાગી થઈ શકે તેમ છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
જેટ્રોના પ્રેસિડેન્ટ અને પદાધિકારીઓએ ગુજરાતની ડેવલપમેન્ટ જર્ની અંગે જાણવામાં ઉત્સુકતા દર્શાવી હતી અને જેટ્રો ગુજરાત સાથે સંબંધો વ્યાપક બનાવવા તત્પર હોવાનો મત વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેટ્રોને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં જોડાવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
Read More : banaskantha : બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના પિતા લગધીર બાપાનું 102 વર્ષની જૈફ વયે નિધન
વાણિજ્ય મંત્રાલય જિલ્લાઓમાંથી નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇ-