જાપાનની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે યામાનાશીના ગવર્નર કોટારો નાગાસાકી સાથે બેઠક કરી હતી.
આ બેઠકમાં તેમણે ગ્રીન હાઈડ્રોજન સેકટરમાં ગુજરાતે ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ અંગે વિચાર વિમર્શ કર્યો હતો. આ ઉપરાંત યામાનાશી હાઈડ્રોજન કંપનીના ગ્રીન હાઈડ્રોજનના સપ્લાય, સેલિંગ અને સર્વિસિંગ પ્રક્રિયાનું ડેમોન્સ્ટ્રેશન પણ તેમણે નિહાળ્યું હતું.
મુખ્યમંત્રીએ રીન્યુબલ એનર્જી સેક્ટર તથા ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં In the green hydrogen sector જાપાન ગુજરાતના સંબંધોને નવી તકો આપવા, નવા રોકાણો માટે વાઇબ્રન્ટ સમિટ 2024માં જોડાવા પણ યામાનાશી ગવર્નરને આમંત્રણ પાઠવ્યું હતું.
અગાઉ ભારતીય રાજદૂત શ્રી સી.બી. જ્યોર્જ અને દૂતાવાસના અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરી જાપાનમાં japan આવકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જાપાનની મુલાકાત દરમિયાન, હાઈલેવલ ડેલીગેશન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- 2024ના પ્રમોશન માટે મુખ્યમંત્રી જાપાનના વિવિધ અગ્રણી ઉદ્યોગકારો તથા જુદા જુદા પ્રાંતના ગવર્નર્સ સાથે વન ટૂ વન બેઠકો અને રોડ શો યોજશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે Chief Minister Bhupendrabhai Patel તેમના જાપાન પ્રવાસના દરમિયાન બુલેટ ટ્રેનની Bullet Train સફર કરી હતી. મુખ્યમંત્રીશ્રી ટોકિયો Tokyo થી બુલેટ ટ્રેન દ્વારા ભારત સાથે ઐતિહાસિક જોડાણ ધરાવતા શહેર યોકોહામા Yokohama ગયા હતા તેમજ પ્રસિદ્ધ શેન્કેઇન ગાર્ડન Schenkein Gardenની મુલાકાત લીધી હતી.
તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જાપાન સ્થિત ગુજરાતી-ભારતીય સમુદાયના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. Gujarati-Indian community based in Japan
મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ભારતમાં થયેલ આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું કે, ભારત વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત રાષ્ટ્ર’ બનવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે.
મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌને આગામી Vibrant Gujarat Global Summit 2024 VGGS2024 માં સહભાગી થવાનું આમંત્રણ આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વિવિધ ‘ફ્યુચરિસ્ટિક પોલિસી’ ના અમલ થકી વિકાસને એક નવી દિશા આપવા સજ્જ છે.