કુદરતનો કહેર: હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ હવે ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
આજે વહેલી સવારથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે.
જેમાં વહેલી સવારે સૌરાષ્ટ્રમાં માવઠા બાદ હવે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થયો છે .
બનાસકાંઠામાં ભારે વરસાદની સાથે કરા પણ પડ્યા.
ભર શિયાળે ભારે વરસાદ સાથે કરા પડયા જેના કારણે લોકો ઠંડી માં ઠુંઠવાયા.
તો આ કમોસમી વરસાદ કેટલાક પરિવારો માટે કયામત સાબિત થયો છે. mavthu
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા માં તો એક પરિવાર ની લાડકવાયી દીકરી આ વરસાદ મા વીજળી પડતાં મોત ને ભેટી.
વાવ તાલુકાના મોરીખા ગામે હેગોળભાઈ ઠાકોરના ઘરે વિજળી પડવાથી તેમની ૧૫ વર્ષની દીકરી અને પરિવાર ની આજીવિકા સમાન બે પશુ ના મોત થયા છે.
કમોસમી વરસાદથી વાવ તાલુકાના ગામોમાં ઘાસચારા ને નુકસાન તેમજ પિયત કરેલા પાકમાં પણ હવામાન પલટાતા નિંદામણ ની શક્યતા ઓ વધી.
જગતના તાત પર ઉપરા છાપરી આફતો પર આફત આવી રહી છે.
ડીસા પાસેના આસેડા ગામમાં ખેડૂતનો પાક વીજળી પડતા બળી ગયો.
જ્યારે ભાભર પંથકમાં ભારે વરસાદ કરા સાથે પડતા કાશ્મીરમાં જેમ બરફ પડે તેમ ભાભર પંથકમાં કરાના ઢગલા થયા
જ્યારે કાંકરેજ તાલુકાના ખારીયા ગામમાં વીજળી પડતા ભેંસનું મોત
જીરુ, એરંડા, રાયડા, વરીયાળી સહિતના પાકમાં નુકસાન થતા માવઠાને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ગુજરાતમાં કમોસમી વરસાદ: સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 20 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ તાલાલામાં 1.5 ઈંચ વરસાદ, પાટણ-વેરાવણમાં સવા ઈંચ, વંથલીમાં 1 ઈંચ
અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદ
શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ
ભારે વરસાદના કારણે વિઝિબલિટી ઘટી
એસ.જી.હાઈવે, પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ
સેટેલાઈટ, પકવાન, થલતેજમાં ધોધમાર વરસાદ
અમરેલીમાં વીજળી પડતા કિશોરનું મોત
જાફરાબાદના રોહિસા ગામમાં વીજળી પડી
વાડીમાં તાડપત્રી ઢાંકતી વખતે પડી વીજળી
કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ
મહેસાણામાં વીજળી પડતાં એક યુવકનું મોત, 3 પશુના પણ મોત
કડીના શિયાપુરામાં વીજળી પડતાં એકનું મોત
વાડામાં બાંધેલ 3 પશુ પર વીજળી પડતાં મોત