ઉત્તરાયણના પહેલાં જ ઘાતક ચાઈનીઝ દોરીનો કહેર,
આજે પણ કોઈનો લાડકવાયો છીનવાયો, તંત્ર કયારે પગલાં લેશે ?
ખેડા પંથકમાં ચાઈનીઝ દોરી નો કહેર, પતિનું મોત પત્ની બાળકીને ઇજા
બાઈક પર જઈ રહેલ પરિવારને નડ્યો અકસ્માત
લે ભાગુ વેપારીઓ સામે સરકાર એક્શન પ્લાન બનાવે તેવી માગ
ઉતરાયણ Uttarayana
પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પ્રતિબંધ હોવા છતાં અનેક શહેરોમા ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે.
જેને લઈને અનેક શહેરોમાં અકસ્માતની ઘટના પણ સામે આવી છે.
આ મામલે અગાઉ હાઇકોર્ટે પણ કડક વલણ અપનાવ્યું હતું. અને ગુજરાત હાઇકોર્ટ કડક શબ્દોમાં કહ્યું હતું કે, ઘાતક દોરીના કારણે નાગરિકોનો મૃત્યુ થાય કે તેમને ઈજા થાય તે ચલાવી લેવાશે નહીં.
ત્યારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટેમાં રાજ્ય સરકારે જે સોંગદનામું રજૂ કર્યુ તેમાં કોઈ વિગત ન હોવાથી ફટકાર આપી હતી..
ખેડામાં ચાઈનીઝ દોરી Chinese Dori ના કારણે એક યુવકનું મોત થયા ની ઘટના પણ સામે આવી છે..
માતરના સંધાણા ગામે ચાઈનીઝ દોરીના કારણે આ ગોજારી ઘટના બનવા પામી છે..
બાઈક પર જઈ રહેલ પરિવાર આ ચાઈનીઝ દોરી નો શિકાર બનતા પતિના મોત સાથે પત્ની અને નાની બાળકીને પણ ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે..
આમ ઉતરાણ પહેલા જ ઘાતક ચાઈનીઝ દોરી વધુ ઘાતક બની અન્ય લોકોનો જીવ લે તે પહેલા સરકાર આ બાબતે લે ભાગુ વેપારીઓ સામે કડક હાથે કામ કરી ચાઈનીઝ દોરી ના કહે થી લોકોને બચાવે તેવી લોક માંગ ઉઠી છે..
અને ખુલ્લેઆમ તેમજ છાના ખૂણે ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા વેપારીઓ સામે એક્શન પ્લાન બનાવી સરકાર આકરા પગલાં લે તે જરૂરી બન્યું છે.