આગામી 3 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને ધ્યાને લઇ રાજકોટનું માર્કેટ યાર્ડ સતર્ક થયું છે યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો ખુલ્લામાં પડ્યો છે. તે વરસાદમાં પલળીને બગડી ન જાય તે માટે હાલથી જ પગલા લેવાઈ રહ્યા છે
આગામી 4 દિવસમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદની શક્યતાને પગલે રાજકોટ માર્કેટ યાર્ડના તંત્રએ ખાસ તૈયારીઓ કરી છે. કપાસ, મગફળી, મરચા સહિતની પેદાશોને વરસાદમાં નુક્સાન ન પહોંચે તેનું ધ્યાન રખાઈ રહ્યું છે. માર્કેટ યાર્ડમાં મરચા અને મગફળીની આવક આગામી 3 દિવસ સુધી બંધ કરવામાં આવી છે. જ્યારે કપાસ રાખવા માટે શેડની વ્યવસ્થા હોવાથી કપાસની આવક ચાલુ રહેશે. ઉપરાંત પાકનું વેચાણ કરવા આવતા ખેડૂતોને સૂચના અપાઈ છે કે તાડપત્રી સાથે રાખે જેથી માવઠાથી પાકને બચાવી શકાય.