દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતિ અને લાભો પહોંચાડવા દેશભરમાં ૧૫મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. જે અંતર્ગત પાટણ જિલ્લામાં સમી તાલુકાના ગોચનાદ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગોચનાદ પ્રાથમિક શાળામાં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોરના અધ્યક્ષતામાં યોજાઇ હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ૩૦૦ થી વધુ લોકોએ ભાગ લઈને વિકસિત ભારત સંકલ્પ લીધો હતો. હેલ્થ કેમ્પનો ૩૦, આધાર કાર્ડ કેમ્પનો લાભ ૩૦ થી વધુ ગ્રામજનો , હોમિયોપેથી કેમ્પનો લાભ ૫૬ થી વધુ તેમજ આર્યુવેદ કેમ્પનો લાભ ૬૫ થી વધુ ગ્રામજનોએ લીધો હતો. આઈસીડીડી વિભાગ દ્વારા મિલેટ્સનો સ્ટોલ દ્વારા લોકોને મિલેટ્સ વિશે જાગૃતતા આપવામાં આવી હતી. તેમજ વિવિધ શાખાઓની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં હતી.
પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા, પી.એમ કિસાન વય વંદના યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પશુપાલન માટે વધુ પ્રચાર પ્રસાર સાથે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ICDS, PMJAY, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ તેમને મળેલા લાભોનો સુખદ અનુભવ વ્યક્ત કર્યાં હતા.
મેરી કહાની મેરી જુબાની અંતર્ગત શંકરભાઈ નાડોદાએ ડોડીયા ધનજીભાઈ વતી જણાવ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત દ્વારા આરોગ્યની સેવાઓનો લાભ લીધો. આના માટે વ્યવસ્થા પણ બહુ જ સારી છે. જેમાં તેઓને ઘર સુધી લઈ જવાનું ભાડું પણ મળેલ છે. ત્યારે આપણું પણ કર્તવ્ય છે કે આ યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવીએ. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, ગોચનાદ પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ. ગોચાનાદ ગામના આગેવાનો, ગામવાસીઓ , જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા