રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બનાસકાંઠા દ્વારા સંચાલિત કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી કલા મહાકુંભ- ૨૦૨૩-૨૪નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૩૦ મી નવેમ્બર છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વય જૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે.
જેમાં તાલુકા કક્ષાએથી શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધ, સુગમસંગીત, લગ્નગીત, તબલા, હાર્મોનિયમ(હળવું), લોકગીત/ભજન સીધી જિલ્લા કક્ષાએ થી શરૂ થતી સ્પર્ધા કાવ્યલેખન, ગઝલ-શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કારીગરી, સ્કૂલબેન્ડ, ઓર્ગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની) તેમજ સીધી પ્રદેશ કક્ષાએ થી શરૂ થતી સ્પર્ધાઓમાં ઓડીસી, મોહીનીઅટ્ટ્મ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન, વાંસળી અને સીધી રાજ્યકક્ષાએ થી શરૂ થતી સ્પર્ધાઓમાં પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો વગેરે કૃતિઓ યોજાશે.
આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોને જણાવવામાં આવે છે કે, તાલુકા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓના કલા મહાકુંભનું ફોર્મ તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં સંપૂર્ણ રીતે ભરીને આપના તાલુકા કન્વીનરશ્રીને જમા કરાવવાનું રહેશે.
સીધી જિલ્લા કક્ષા, સીધી પ્રદેશ કક્ષા તેમજ સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓના કલા મહાકુંભનું ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૨, S/21, બીજો માળ, પાલનપુર ખાતેથી મેળવી તા. ૩૦ મી નવેમ્બર ૨૦૨૩ સુધીમાં સંપૂર્ણ રીતે ભરીને જમા કરાવવાનું રહેશે.
વધુ માહિતી મેળવવા માટે ૦૨૭૪૨-૨૫૩૮૩૦ પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવાનો રહેશે