રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર બનાસકાંઠા જિલ્લામાં તા. 24 અને 25 નવેમ્બર બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જિલ્લાના 14 તાલુકાઓમાં 14 અને પિયતના નવા સોર્સમાં એક એમ મળી કુલ 15 રવિ કૃષિ મેળા યોજવામાં આવશે.
જે અંતર્ગત પાલનપુર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનું સુરજપુરા ગામ સમસ્ત વાડી, સુરજપુરા, પાલનપુર, લોકનિકેતન સ્કુલ, વિરમપુર, અમીરગઢ, એ.પી.એમ.સી. વડગામ, અજન્તા કોલ્ડ સ્ટોરેજ, ભોયણ તા.-ડીસા, આર્દશ નિવાસી સ્કુલ, દાંતા, સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) દાંતીવાડા, શ્રી કે.આર. આંજણા આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ, ધાનેરા, બક્ષીપંચ કુમાર છાત્રાલય, દિયોદર, વિનય વિધ્યામંદિર હાઇસ્કુલ, થરા તા.- કાંકરેજ, નવા માર્કેટયાર્ડ, ભાભર, મહર્ષિ કણાદ હાઈસ્કુલ, સુઈગામ, ગાયત્રી વિદ્યાલય, થરાદ, સરસ્વતી વિદ્યાલય, લાખણી, એ.પી.એમ.સી., વાવ ખેત બજાર, ઢીમા તા. વાવ ખાતે આગામી 24 અને 25 નવેમ્બરના રોજ રવિ કૃષિ મેળા યોજાશે. જેમાં બહોળા પ્રમાણમાં ખેડૂતોને ઉપસ્થિત રહેવાની અપીલ સાથે સરકારશ્રીની વિવિધ યોજનાઓથી ખેડૂતો માહિતગાર અને લાભાન્વિત બને