પોરબંદરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે પોરબંદરમાં હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા ટ્રાફિક કર્મીનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલા ટ્રાફિક કર્મીની ઓળખ શિવાની લાખાણી તરીકે થઈ છે. મહિલા ટ્રાફિક કર્મી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી, સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાવમાં આવી હતી.જ્યાં આ ટ્રાફિક કર્મચારીનું મોત નિપજ્યું હતું. હિટ એન્ડ રનની ઘટના પોરબંદર શહેરના કર્લી પુલ પર થઈ હતી.
પોરબંદરમાં બેકાબૂ કારચાલકે ત્રણ બાઇકને હડફેટે લીધા હતા. અકસ્માત સર્જીનેઆ કાર ચાલક ભાગી છૂટ્યો હતો, તો બીજી તરફ અજાણ્યા કારચાલક સામે પોલીસે ફરિયાદ નોંધી હતી. તો બીજી તરફ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી ભાવસિંહજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાનાં પગલે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો, અને લોકો રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. પોલીસે હિટ એન્ડ રન મામલે તપાસ શરૂ કરી.
કારે મોટરસાયકલોને ટક્કર મારતા બે લોકો પુલની નીચે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.પાણીમાં પડેલા બંને વ્યક્તિઓને પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ દ્રારા રેસ્કયુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા