રાજ્યમાં ઉતર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે અને રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડા અને સૂકા પવનો ફૂંકાવાના શરુ થયા છે. જેના કારણે લઘુતમ તાપમાન ગગડી રહ્યુ છે. ઠંડા પવનો જ્યાં પણ સ્થિર થાય છે. તે વિસ્તારનું તાપમાન નીચું આવે છે. ગુજરાતમાં ઠંડી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો વધુ ઠંડોગાર રહે છે. અંબાલાલ પટેલનુ અનુમાન છે કે, ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનો પણ ઠંડોગાર રહી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનુ જોર વધવા લાગશે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 22 નવેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.
મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ઉત્તરિય પર્વતિય વિસ્તારમાં હિમ વર્ષા થશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર થશે. ધીમે ધીમે મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન ઘટવા લાગશે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, 22 ડિસેમ્બર પછી ઉત્તરિય પર્વતિય વિસ્તારમાં હિમ વર્ષા થશે. જેના કારણે ભારે ઠંડી પડશે. હવામાન વિભાગે ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, હાલ ઉત્તર- પુર્વથી પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે.