બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકાના ચાંગા ગામમાં કાંકરેજ તાલુકા કોંગ્રેસ નું દિવાળી સ્નેહ મિલન યોજાયું.
કાંકરેજ તાલુકાના ચાંગા ગામમાં આવેલ મોતીજી ફાર્મમાં ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં કાંકરેજ તાલુકાનું સ્નેહમિલન યોજાયું હતું.
આ પ્રસંગે પાટણ, બનાસકાંઠા જીલ્લાના આગેવાનો સાથે પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રીય, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, જીલ્લા કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ વાઘેલા વગેરે ઉપસ્થિત રહી દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઈન્દીરા ગાંધી ને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારબા ઉપસ્થિત સૌને નવાવર્ષની શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ વાઘેલા આદિ મહાનુભાવો એ સર્વે ને નવાવર્ષની શુભકામનાઓ પાઠવી.