ભારતની સરહદ નો જાગતો ચોકીદાર એટલે બીએસએફ.
બીએસએફ દ્વારા પ્રતિવર્ષ દિવાળીના અવસરે પાકિસ્તાની મરીન અને રેંજર્સ સાથે મીઠાઈની આપ-લે કરવામાં આવે છે.
આ વર્ષે બીએસએફ દ્વારા ગુજરાત પાકિસ્તાન સરહદ તથા રાજસ્થાનના બાડમેર પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન મરીન અને પાકિસ્તાન સાથે કરી.
BSF દિવાળીના અવસર પર પાકિસ્તાન મરીન/રેન્જર્સ સાથે મીઠાઈની આપ-લે કરે છે. Diwali mithai
દિવાળીના શુભ અવસર પર, BSFએ ગુજરાતમાં અને રાજસ્થાનના Rajsthan બાડમેરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન મરીન અને પાકિસ્તાન રેન્જર્સ સાથે મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપલે કરી હતી.
પાકિસ્તાન રેન્જર્સ Pakistani Rangers સાથે મીઠાઈઓની આપ-લે બાડમેર જિલ્લાના મુનાબાઓ, ગધરા, કેલનોર, સોમરાર અને ગુજરાત Gujarat ના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદો પર થઈ હતી.
કચ્છ જિલ્લામાં જી પિલર લાઇન અને સિરક્રીકની મિડલ ચેનલ ખાતે પાકિસ્તાન મરીનને મીઠાઈ આપવામાં આવી હતી.
રાષ્ટ્રીય મહત્વના તહેવારો પર મીઠાઈઓ અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરવાથી પરસ્પર સૌહાર્દ અને ભાઈચારો વધે છે અને તે સુરક્ષા દળો વચ્ચે સરહદો પર મૈત્રીપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.