અભિષેક પાઠક, IAS, ઈન્સ્પેક્ટર જનરલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ગુજરાત ફ્રન્ટિયર 07 થી 09 નવેમ્બર 2023 દરમિયાન ભુજ સેક્ટરના સરહદી વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઇન્સ્પેક્ટર જનરલ ગુજરાત ફ્રન્ટિયરનો ચાર્જ સંભાળ્યા બાદ ભુજમાં ખાડી વિસ્તાર અને હરામી નાળાની આ તેમની પ્રથમ મુલાકાત લીધી હતી.
ભુજ સેક્ટરની તેમની 03 દિવસની મુલાકાત દરમિયાન, હાલની ઓપરેશનલ અને વહીવટી તૈયારીઓ અને કચ્છ સરહદ પર સામે આવતા વિવિધ સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ચાલી રહેલા પ્રયાસોની સમીક્ષા કરી હતી. તેમણે હાલના સુરક્ષા માળખા અને તેના મજબૂતીકરણની સમીક્ષા કરવા બોર્ડર સિક્યુરિટી ફોર્સના ફિલ્ડ કમાન્ડરો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને અન્ય સ્થાનિક નેતાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.
વિવિધ સરહદી ચોકીઓ પર તૈનાત સરહદ રક્ષકોને સંબોધતા, ઈન્સ્પેક્ટર જનરલ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ ગુજરાતે મુશ્કેલ અને પડકારજનક સંજોગોમાં સંપૂર્ણ સમર્પણ સાથે તેમની ફરજો બજાવવા અને આપણા દેશની સરહદોની સુરક્ષા કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી.