ડેન્ગ્યુ તેમજ મેલેરિયા રોગની અસરના કેસમાં પણ ધરખમ વધારો નોંધાયો
પોરબંદર જિલ્લામાં છેલ્લા 8 દિવસથી મિશ્ર ઋતુ જોવા મળી રહી છે.જિલ્લામાં સવારે ઠંડી,બપોરે ગરમી તેમજ સાંજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.મિશ્ર વાતાવરણને લઈને રોગચાળામાં પણ વધારો થયો છે.પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં આવેલ જનરલ ઓપીડીમાં પણ વધારો નોંધાયો છે તો ટોટલ ઓપીડીના 50 ટકા દર્દીઓને શરદી, ઉધરસ અને વાઇરલ તાવની ફરિયાદો જોવા મળી રહી છે.તો હૉસ્પિટલની ઓપીડીમાં આવતા દર્દીઓમાંથી અમુક દર્દીઓને મલેરિયા અને ડેન્ગ્યુની અસર જોવા મળી રહી છે.સરકારી હોસ્પિટલમાં એક અઠવાડિયા જનરલ ઓપીડીમાં 30 ટકાનો વધારો નોંધાયો છે.જોકે સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. પોરબંદર જિલ્લામાં ચોમાસાની ઋતુએ વિદાઇ લીધા બાદ જિલ્લામાં ગરમીની પ્રમાણમાં વધારો થયો હતો.
પોરબંદર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ ઉનાળા જેવી ગરમી જોવા મળી રહી હતી પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લામાં એકાએક વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.પોરબંદર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં મિશ્ર ઋતુ જોવા મળી રહી છે જેમાં સવારના સમયે ઠંડી, બપોરના સમયે ગરમી તેમજ સાંજના સમયે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.જિલ્લામાં મિશ્ર વાતાવરણને લઈને રોગચાળામાં પણ વધારો થયો છે,પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક વિકમાં જનરલ ઓપીડીમાં 30 ટકાનો વધારો થયો છે હાલ ભાવસિંહજી હોસ્પિટલમાં પ્રતિદિન 400 જેટલા દર્દીઓ જનરલ ઓપીડી નોંધાઈ રહી છે.જનરલ ઓપીડીમાં નોંધાયેલ ટોટલ દર્દીઓમાંથી 50 ટકા એટલે કે પ્રતિદિન 190 જેટલા દર્દીઓ શરદી,ઉધરસ,વાઇરલ તાવ અને ઝાડા-ઉલ્ટીના નોંધાઈ રહ્યા છે.હૉસ્પિટલની જરનલ ઓપીડીમાં હાલ મલેરિયા તેમજ ડેન્ગ્યુની અસર જણાતા દર્દીઓ પણ નોંધાઈ રહ્યા છે.