બરોડા ડેરીના નવા પ્રમુખ દિનુ મામા બન્યા હતા. ભાજપ તરફથી દિનુ મામાના નામની જાહેરાત કરવામાં આવી હતી. સતીષ પટેલે રાજીનામું આપ્યા બાદ દિનુ મામાનું નામ બરોડા ડેરીના નવા પ્રમુખ તરીકે ચર્ચાઇ રહ્યું હતું. ભાજપ નેતા ગોરધન ઝડફીયાએ પક્ષ તરફથી દિનુ મામાના નામની જાહેરાત કરી હતી.
ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નિર્ણયને આવકાર્યો હતો. ધારાસભ્ય શૈલેશ મહેતાએ પણ દિનુમામાને પદ મળવા બદલ અભિનંદન આપ્યા હતા.
નવા પ્રમુખ બન્યા બાદ દિનુ મામાએ કહ્યું હતું કે બડોરા ડેરીના માથે આજે એક પણ રૂપિયાનું દેવુ નથી.
ડેરીના પ્રમુખ તરીકે નવ વર્ષ પૂર્ણ કર્યા છે. બોડેલી ખાતે એક નવો પ્લાંટ પણ તૈયાર કરાયો છે. ભાજપ તો દિલમાં જ હતુ.નોંધનીય છે કે દિનુ મામા ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ છોડી પાદરા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. જોકે બાદમાં તેમણે ભાજપમાં ઘર વાપસી કરી હતી.