દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો નવા વર્ષ પર યાત્રાધામ અંબાજી દર્શન કરવા જતા હોય છે ત્યારે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યાત્રાળુઓની સગવડતાને ધ્યાને રાખી મંદિર ટ્રસ્ટે લીધો નિર્ણય,તારીખ 14/11/23 બેસતા વર્ષના દિવસે સવારે 6 કલાકે કરવામા આવશે મગલાં આરતી,14/11/23 બેસતા વર્ષના રોજ માતાજીને અન્નકૂટ ઘરાવામાં આવશે,15/11/23 કારતક સુદ-2થી 18/11/23 લાભ
પાંચમ સુધી માતાજીની આરતી અને દર્શનનો સમય
- આરતી સવારે — 6:30 થી 7:00
- દર્શન સવારે — 7:00 થી 11:30
- રાજભોગ બપોરે —12:00 કલાકે
- બપોરે દર્શન — 12:30 થી 4:15
- સાંજે આરતી — 6:30 થી 7:00
- સાંજે દર્શન — 7:00 થી 9:00
- તારીખ 19/11/23 થી અંબાજી મંદિરમા આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે…..