રાજ્યમાં ભ્રષ્ટાચારના ભારમાં પુલોની હાલત ખરાબ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. ત્યારે વધુ એક નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો હતો. પાલનપુર આરટીઓ સર્કલ નજીક નિર્માણાધિન ઓવરબ્રિજ ધરાશાયી થયો હતો . ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો તેમાં રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયા હતા. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
પાલનપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવરનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. આરટીઓ સર્કલ ખાતે બની રહેલા ફ્લાયઓવરના બે ગર્ડર તૂટી પડ્યા હતા . રાજ્યના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા બ્રિજ બનાવી રહ્યો હતો છે. ત્યારે મુખ્યમંત્રીએ આ મામલે તંત્રને કડક તાકીદ કરી હતી કે, ફ્લાયઓવરના નિર્માણ સમયે પુરતી ગુણવત્તા રાખવામાં આવે. છતાં મુખ્યમંત્રીની કડક ટકોર બાદ પણ અધિકારીઓએ ધ્યાન ન આપ્યુ.
બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બંને યુવકના પરિવારે સહાય માટે સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી મૃતક અજય શ્રીમાળી નામનો યુવક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અજયના અકાળે મોતથી બે વર્ષીય દીકરી નોંધારી બની હતી તો મયુરનો પરિવાર પણ નોંધારો બનતા સહાયની માંગ કરવામાં આવી હતી .
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ત્રણ સભ્યોની કમિટી નિમવામાં આવી હતી. અને આ ઘટનાના પાયા સુધી પહોંચવાની આશ્વાશન આપ્યું હતું તેમજ જે પણ જવાબદાર હશે તેને સજા આપવામાં આવશે અને આ ઘટનામાં મૃત્યુ પામેલા બે યુવકોના પરિવારજનોને ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂપિયા ૪-૪ લાખની સહાય ની જાહેરાત કરવામાં અને આ સહાય પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે તેઓને ચેક અર્પણ કરાયા