ગુજરાત સતત તમામ રીતે વિકાસ કરી રહ્યું છે ત્યારે પ્રદુષણની બાબત માં પણ કુદકે ભૂસકે આગળ વધી રહ્યું છે.
આમ સામાન્ય રીતે શિયાળાના સમયમાં ઠંડા વાતાવરણને કારણે કુદરતી ની ચાલતી હવા શુદ્ધિ ની પ્રક્રિયા ધીમી હોય છે ત્યારે હાલના સમયમાં તમામ પ્રકારની માનવીય બેદરકારીને કારણે પ્રદૂષણમાં ભયંકર રીતે વધારો થઈ રહ્યો છે. જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં પણ વિશેષ કરીને શહેરી વિસ્તારો માં પ્રદૂષણની માત્રામાં ભારે વધારો થયો.
ગતરોજ અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ 125 નોંધાયો છે. જે બતાવે છે કે અમદાવાદની હવા શ્વાસ લેવા જેવી નથી.
ગુજરાતમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં છે. હવા દુષીત થતાં એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થયો છે.
અમદાવાદના મોસ્ટ ડેન્જર ઝોન રખિયાલ, નવરંગપુરા, પીરાણા અને રાયખડમાં AQI 200ને પાર પહોંચ્યો છે.
અમદાવાદ શહેરમાં પ્રદુષણનું વધતું સ્તર જોખમકારક સ્થિતિ માં પહોચ્યુ છે.
વિસ્તારમાં જોવા જઈએ તો, રખિયાલમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 271 જોવા મળ્યો , તો બિજા નંબર નું સ્થાન અમદાવાદ ના પોશ વિસ્તારમાં ગણાતા નવરંગપુરામાં AQI 256 નોંધાયો. રાયખડમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 204 નોંધાયો પીરાણામાં 203 તો ચાંદખેડામાં 109 AQI નોંધાયો.
અમદાવાદ એરપોર્ટ પર એર ક્વોલિટી ઈન્ડેક્સ 146 નોંધાયો, બોપલમાં 109 તો સેટેલાઈટમાં 106 AQI નોંધાયો.
જેથી સમજી શકાય છે કે ઉદ્યોગો દ્વારા પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે પરંતુ નાગરિકોની બેદરકારી દ્વારા પણ એટલું જ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. સરકારી સંસ્થાઓ મકાન બાંધકામ વિભાગ, તેમજ માર્ગ બાંધકામ વિભાગ દ્વારા પણ બાંધકામમાં નાની મોટી એવી ભૂલો થઈ રહી છે જેના કારણે કુદરતની પ્રદૂષણ શુદ્ધિકરણ પ્રક્રિયામાં વિક્ષેપ પડી રહ્યો છે અને આ પ્રક્રિયા ખોરવાતા સમગ્ર શહેરી વિસ્તારમાં પ્રદૂષણ માજા મૂકી રહ્યું છે
આ પ્રદૂષિત હવાના કારણે નાના બાળકો તેમજ વયોવૃદ્ધ લોકો માં શ્વાસ ની બીમારીઓમાં વધારો થઇ રહ્યો છે.
જો આ પરિસ્થિતિ પર કંટ્રોલ નહીં કરવામાં આવે તો કદાચ આવનારા સમયમાં લોકો માટે જીવન મુશ્કેલ બની જશે.
ગુજરાત વિકાસની હરણફાળ તો ભરી રહ્યુ છે પરંતુ કદાચ ગુજરાતમાં રહેવુ મુશ્કેલ બની રહ્યું છે.
એક તરફ મોંઘવારીને કારણે રહેવુ મોંઘું, તો બીજી તરફ શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે.
80 થી 120 ઈન્ડેક્સ હોય તો એવરેજ નબળી અને 120 થી 300 ઈન્ડેક્સ હોય તો અત્યંત નબળી કેટેગરી ગણવામાં આવે છે.
અમદાવાદમાં પણ બેદરકારીના કારણે હવા સતત ઝેરી બની રહી છે. તો હાઈવે પરની પ્રદુષિત હવા શ્વસન સંબંધી બીમારીઓ નોતરી રહી છે.
ગત વર્ષે કેગ દ્વારા હાલમાં ગુજરાત વિધાનસભામાં 5 વર્ષની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર જીપીસીબી જ નહીં પરંતુ માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી બેદરકારીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થઈ રહી છે તેવુ જણાવાયુ હતું. શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધતા પર્યાવરણ સંકટ જેવી સ્થિતિ જોવા મળી છે.