ભારત દેશમાં વર્લ્ડ કપ 2023 યોજાઈ રહ્યો છે. તારીખ ૦૫/૧૦/૨૦૨૩ થી તા.૧૯/૧૧/૨૦૨૩ સુધી ICC CRICKET WORLD CUP 2023 ની ભારત માં અલગ-અલગ જગ્યાએ મેચો રમાનાર છે, જે પૈકી તા.૦૪/૧૧/૨૦૨૩ ના રોજ ઇગ્લેન્ડ ( England )અને ઓસ્ટ્રેલીયા ( Australia ) વચ્ચે તેમજ તા.૧૦/૧૧/૨૦૨૩ નારોજ સાઉથ આફ્રિકા ( South Africa) અને અફગાનિસ્તાન (Afghanistan ) વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મોટેરા અમદાવાદ શહેર (Narendra Modi Stadium Ahmedabad ) ખાતે ક્રિકેટ મેચ યોજાનાર છે,
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલીક દ્વારા એક જાહેરનામું બહાર પાડી અમદાવાદના વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યો છે. Ahmedabad Police Commissioner G.S.Malik
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલીકે જણાવ્યું કે, અમદાવાદ ખાતે યોજાનારી આ World Cup Cricket મેચ માં વધુ પ્રમાણમાં પ્રેક્ષકો એકત્ર થનાર છે, આવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંશાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણો (SUB-CONVENTIONAL AERIAL PLATFORM) ના ગેરલાભ લઇ ક્રિકેટરો તેમજ પ્રેક્ષકોની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.
આથી ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને-૧૯૭૩ (૧૯૭૪ ના નં-૨ ની) કલમ-૧૪૪ અન્વયે અમદાવાદ પોલીસ કમિશનર ની સત્તાની રૂએ જાહેર જનતાની અને ક્રિકેટરોની સલામતીને ધ્યાને લઇ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરવામાં આવ્યા.
આ દરમ્યાનમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRON), ક્વાડ કોપ્ટર (QUADCOPTER), પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT), હેંગ ગ્લાઇડર પેરાગ્લાઇડર (IANG GLIDER/PARA GLIDER), પેરા મોટર (PARA MOTOR), તેમજ હોટ એર બલુન (HOT AIR BALLOONS) તથા પેરા જમ્પીંગ (PARAJUMPING) ચલાવવાની/ કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે.
No Drone Fly Zone Time and Date
1
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા ની મેચ અનુસંધાને તા.૦૪/૧૧/૨૦૨૩ ના કલાક ૦૫/૦૦ થી કલાક ૨૨/૦૦ સુધી
2
સાઉથ આફ્રિકા અને અફગાનિસ્તાન ની મેચ અનુસંધાને તા.૧૦/૧૧/૨૦૨૩ ના કલાક ૦૬/૦૦ થી કલાક ૨૪/૦૦ સુધી અમલમાં રહેશે,