કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વર્ષ 2023 માટે ‘યુનિયન હોમ મિનિસ્ટર સ્પેશિયલ ઓપરેશન મેડલ’ની જાહેરાત કરી છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડના વડા ડીઆઈજીપી દીપન ભદ્રન સહિત ગુજરાત પોલીસના અન્ય 19 પોલીસ કર્મચારીઓને આ એવોર્ડ.
એનાયત કરવામાં આવ્યા છે.
વર્ષ 2023 માટે “કેન્દ્રીય ગૃહ પ્રધાન સ્પેશિયલ ઓપરેશન મેડલ” 4 વિશેષ ઓપરેશન્સ માટે એનાયત કરવામાં આવ્યો છે. જેમાં એકાદ વર્ષ અગાઉ યુપી ના મુઝફ્રનગર માં અંદાજીત ૭૦૦ કરોડ ઉપરાંતનું ૧૫૫ કીલો જેટલું ડ્રગ્સ એટીએસની ટીમે ઝડપેલ.જેમાં સહયોગી, માગૅદશૅક બનેલી ૨૦ જણની ટીમ ને એવોર્ડ મળ્યો છે.
2018 માં મેડલની રચના તે કામગીરીને ઓળખવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી, જેમાં ઉચ્ચ સ્તરનું આયોજન છે, દેશ/રાજ્ય/યુટીની સુરક્ષા માટે ઉચ્ચ મહત્વ છે અને સમાજના મોટા વર્ગોની સુરક્ષા પર નોંધપાત્ર અસર છે. આ એવોર્ડ આતંકવાદ વિરોધી, સરહદી કાર્યવાહી, શસ્ત્ર નિયંત્રણ, માદક દ્રવ્યોની દાણચોરી અટકાવવા અને બચાવ કામગીરી જેવા ક્ષેત્રોમાં વિશેષ કામગીરી માટે એનાયત કરવામાં આવશે. દર વર્ષે 31મી ઓક્ટોબરે તેની જાહેરાત કરવામાં આવે છે. એક વર્ષમાં, એવોર્ડ માટે સામાન્ય રીતે 3 સ્પેશિયલ ઓપરેશન્સ ધ્યાનમાં લેવામાં આવે છે અને અસાધારણ સંજોગોમાં, રાજ્ય/યુટી પોલીસને પ્રોત્સાહિત કરવા માટે 5 સ્પેશિયલ ઓપરેશન્સ સુધી એવોર્ડ આપવામાં આવી શકે છે.”
CRPF, NIA, NCB અને વિવિધ રાજ્ય પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓને ચાર વિશેષ કામગીરી માટે વર્ષ 2023 માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનનું સ્પેશિયલ ઓપરેશન મેડલ એનાયત કરવામાં આવ્યો છે. જે મેડલની આજે જાહેરાત કરવામાં આવી હતી.
સ્પેશિયલ ઓપરેશન મેડલથી સન્માનિત ગુજરાત પોલીસ અધિકારીઓની યાદી:
દીપન ભદ્રન,ડીઆઈજીપી,
સુનિલ જોષી, સુપ્રિટેન્ડેન્ટ પોલીસ
બળવંતસિંહ એચ. ચાવડા, ડીવાયએસપી
ભાવેશ પી.રોઝીયા,ડીવાયએસપી
હર્ષ એન. ઉપાધ્યાય,ડીવાયએસપી
તેમજ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રીઓ
- વિષ્ણુકુમાર બી. પટેલ,
- સંજયકુમાર એન.પરમાર,
- જતીનકુમાર એમ. પટેલ,
- જયેશ એન.ચાવડા,
- હસમુખભાઈ કે.ભરવાડ
અમદાવાદ મધ્યે PCB માં ફરજ બજાવતા બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકના ગૌરવ સમાન
મહેશકુમાર ચેલાભાઈ ચૌધરી
(એમ.સી. ચૌધરી )
જ્યારે પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રીઓ
- ભીખાભાઈ એચ.કોરોટ,
- રવિરાજસિંહ બી. રાણા,
- શ્રીમતી. કોમલ આર. વ્યાસ,
- મૃણાલ એન. શાહ,
- કૃપાલ પી. ગોલેતર
- રૂપલબેન આર.રાઠોડ
- દિપ્તેશ એસ. ચૌધરી
- અનિલકુમાર ધાકા
- અનિલકુમાર ચઢ્ઢા
નો સમાવેશ કરવામાં આવ્યો છે.