કાળા નાણાં થી ચિઠ્ઠીઓ પર જમીન ખરીદ વેચાણ કરનારાઓ સાવધાન, પડી શકે છે દિયોદર કોર્ટનો આ ચુકાદો તમને ભારે
ભારતની કોર્ટમાં રોજબરોજ જાત જાત ના કેસ આવતા હોય છે ત્યારે આજે આપણે વાત કરીશું એક એવા કેસ ની કે જેમાં ભારત ના કાયદાની જોગવાઈઓની મજાક બનાવાઇ છે આ કેસ માં સ્ટેમ્પ ડયુટી બચાવવા ( Save stamp duty ) કરેલ ખેલ જમીન લેનાર અને વેચનાર ને ભારે પડી ગયો. લેનાર વેચનાર વચ્ચે થયેલો વિવાદ કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે આપ્યો ચેતવણીરૂપ ચુકાદો
વિસ્તાર થી જોઈએ તો,
દિયોદર વિસ્તાર ના રહીશ ભાઈલાલભાઈ જયંતિલાલ સહાયતા અને નાનાલાલ કુંવરજી ઠક્કર વિગેરેની દિયોદર પાસેના સણાદર ગામમાં આવેલ સર્વે નં.૧ર પૈકી-ર ની જમીન ર-૪ર-૪૧ ચો.મી.વાળી જગ્યા દર્શનકુમાર ઠાકરશીભાઈ ઠક્કર રહે.દીઓદર વિગેરે એ વેચાણ રાખેલ. હવે આ જમીન ની લેતી – દેતી માં થયો વિવાદ જોકે ઘટના વધુ ગુંચવાડા ભરેલી એટલા માટે છે કે આ સોદામાં જમીન નો સોદો હિસ્તેદારો ( લેનાર અને વેચનાર પાર્ટી એક જ હોય ) વચ્ચે થયેલો હતો.
આ વિવાદ માં ભાઈલાલભાઈ જયંતિલાલ સહાયતા દીઓદર અને નાનાલાલ કુંવરજી ઠક્કર વિગેરે એ દીઓદર કોર્ટ ( Deodar Court ) માં સ્પે.દિવાની કોર્ટમાં વેચાણ દસ્તાવેજ રદ કરવા માટે દાવો દાખલ કરેલ જેમાં તમને તેમની જમીન નો દાવો બાકી રૂપિયા 6,07,45,148/- (છ કરોડ, સાત લાખ, પિસ્તાળીસ હજાર, એકસો અડતાલીસ રૂપિયા ) માટે કરેલ. હવે અહી થયો છે ખેલ કોર્ટ દ્વારા માહિતી નોંધવામાં આવી કે તેમનો વેચાણ દસ્તાવેજ રૂપિયા 15,29,800/- ની અવેજ નો છે તો આ દાવાની રકમ રૂપિયા 6,07,45,148/- કેમ છે ?
તો ફરિયાદી ભાઈલાલભાઈ જયંતિલાલ સહાયતા દીઓદર અને નાનાલાલ કુંવરજી ઠક્કર વિગેરે એ નામદાર કોર્ટમાં બેધડક રજુઆત કરેલ કે જમીન લેનારે તેમને સ્ટેમ્પ ડયુટી ઓછી ભરવી પડે તે માટે ઓછી રકમ બતાવી આ જમીન નો દિયોદર નોંધણી કચેરીમાં રૂપિયા 15,29,800/- ની અવેજ ની રકમ બતાવી દસ્તાવેજ નોંધણી કરવામાં આવેલ છે. પરંતુ અગાઉ થયેલ બાના કરાર મુજબ ની શરતોનું પાલન લેનારે કરેલ નથી અને આ જમીન ની કિમત પેટે રૂપિયા 51 લાખ આપી અમારી મૂળ રૂપિયા 6,07,45,148/- ની કિમત ની જમીન લેનારે પચાવી પાડી છે તો નામદાર કોર્ટ અમારો વેચાણ દસ્તાવેજ રદ કરે અને અમારી જમીન પરત અપાવે
નામદાર સીવીલ કોર્ટમાં આ કેસ ચાલી જતાં સીવીલ કોર્ટના સ્પેશીયલ જજ એમ.એસ.પાંડે સાહેબે વેચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો નામંજુર કરી નાામદાર કોર્ટે ભાઈલાલભાઈ સહાયતા વગેરે ને કોર્ટની કાર્યવાહીનો દુરપયોગ કરવા બાબતે રૂપિયા બે લાખ પુરા જીલ્લા કાનુની સમિતિમાં જમા કરાવવા ભાઈલાલ ભાઈ વિગેરે ને હુકમ કરેલ.
વાંચકમિત્રો તમને થસે કે કેસ અહી પૂરો…….. પરંતુ હવે આવે છે જમીન લેનાર નો વારો
હવે જમીન લેનાર દર્શનકુમાર ઠાકરશીભાઈ ઠક્કર રહે.દીઓદર વિગેરે એ પણ કર્યો દીઓદર કોર્ટમાં વેચાણ લીધેલ જમીનની વેચાણનો દાવો દાખલ કરેલ. આ કેસ માં વિગતે જોઈએ તો દર્શનકુમાર ઠાકરશીભાઈ ઠક્કર રહે.દીઓદર વિગેરે એ દીઓદર કોર્ટમાં સ્પે.દિવાની મુકાદમા નં.૯/ર૦૧૮ દાવો દાખલ કરેલ હતો કે સણાદર તા.દીઓદર ના સર્વે નં.૧ર પૈકી-ર ની જમીન ર-૪ર-૪૧ ચો.મી.વાળી જગ્યા ભાઈલાલભાઈ જયંતિલાલ સહાયતા રહે.દીઓદર વિગેરે પાસેથી વેચાણ રાખેલ જે જમીનની વહેચણી નો દાવો સહ હિસ્તેદારો (જમીન લેનાર અને વહેચનાર એક જ હોય તે ) ને થતાં , ઉપરોક્ત જમીન બાબતે વહેચણી વિવાદ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતાં નામદાર સીવીલ કોર્ટના સ્પેશીયલ જજ સાહેબશ્રી એમ.એસ.પાંડે સાહેબે દાવો ના-મંજુર કરેલ. અને જમીન લેનાર દર્શનકુમાર ઠાકરશીભાઈ ઠક્કર ને કોર્ટની કાર્યવાહીનો દુરપયોગ કરવા બાબતે રૂપિયા ર લાખ જીલ્લા કાનુની સમિતિમાં જમા કરાવવા આદેશ કરેલ.
આ સામે સામે કેસ કરનારા જમીન લેનાર અને વેચનાર ફસાયા
Land Purchaser and seller are trapped
પરંતુ કોર્ટ દ્વારા આટલે થી આગળ વધીને કર્યો છે
ગુજરાત ના તમામ કાળા નાણાં થી વ્યવહાર કરનારાઓને ફટકો પડે તેવો આદેશ
નામદાર કોર્ટે બંનેન પક્ષોને જમીનને કોઈપણ પ્રકારની હસ્તાંતરી કરવી કે કરાવવી નહીં તેવો હુકમ કરેલ તેમજ બંન્ને દાવાઓ પ્રિન્સીપાલ ચીફ કમીશ્નર ઓફ ગુજરાત અમદાવાદ ( Principal Chief Commissioner of Gujarat Ahmedabad )તથા જીલ્લા ઈન્કમટેક્ષ ઓફીસર પાલનપુર, બનાસકાંઠા ( District Income Tax Officer Palanpur, Banaskantha ), તેમજ રજીસ્ટારશ્રી પાલનપુર બનાસકાંઠા ( Registrar Shri Palanpur Banaskantha ), તથા ડીવાયએસપી દીઓદર ( Dysp Deodar Police ) ને દસ્તાવેજની નકલ સાથે યોગ્ય કાર્યવાહી માટે મોકલવા હુકમ કરેલ છે. તેમજ આગળની કાર્યવાહી માટે મોકલવાનું વ્યાજબી અને ન્યાયીક જણાય તે એજન્સીને તેઓ આ અંગેની જાણ કરી કાર્યવાહી કરી શકે તેવો હુકમ કરેલ છે.
ચુકાદો જોતાં એવું જણાય છેકે બંન્ને પક્ષો દ્વારા તેમની હકીકતો પુરવાર થયેલ નથી.
અને આશ્ચર્યજનક બાબત એ છે કે બંન્ને પક્ષ તરફે ખૂબજ બે-ધડક રીતે કાળા નાણાંની હકીકતો કોર્ટ (Court )માં જણાવવામાં આવેલ. તેમજ જે મુજબના નાણાંની લેવડ દેવડ પક્ષકારો વચ્ચે થયેલ તે કાળાં નાણાં ( Black Money ) ની વ્યાખ્યામાં આવે તેવું સ્પષ્ટ જણાય છે. બંન્ને પક્ષોએ કાયદાની જોગવાઈ ને મજાક બનાવી ને વેચાણ દસ્તાવેજ ( Sales document )કર્યો અને ખૂબજ નિર્ભિક રીતે તે સંદર્ભે દાદ માગેલ હોય તેવું જણાય છે.
મુખ્યત્વે દાવાની અગત્યની બાબત એ છે કે કોર્ટેવાદી કે પ્રતિવાદીના કોઈપણ પ્રકારની દલીલોને એમને તરફેણ કે વિરૂધ્ધમાં ધ્યાને લીધેલ નથી. પરંતુ આ સમગ્ર વ્યવહાર બંન્ને પક્ષકારોએ કાળાનાણાં થી કરેલ જણાતો હોઈ બંન્ને પક્ષકારોની આકરી ટીકા કરી આ અંગે સક્ષમ ઓથોરીટીને તપાસ કરવા ચુકાદાની નકલો ( Copies of judgments ) મોકલી આપે છે.