બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ખાતે શ્રી મણીભદ્ર વીર મહારાજના મંદિરે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત દ્વારા જૈન ધર્મના પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી પ્રધુમનસૂરીશ્વરજી મહારાજ સાહેબ ( ભાઈ મહારાજ ) ના અવતરણ દિવસ નિમિત્તે ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં માનવતા પ્રસાદમ રથ – સંત સંમેલનમાં યોજાયું હતું.
આ પ્રસંગે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતે ( Balwant Singh Rajput ) જણાવ્યું કે, આપણી સંસ્કૃતિ, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને ટકાવી રાખવામાં સંતગણનો બહુ મોટો ફાળો છે. પરમ પૂજનીય વંદનીય સંતગણના આશીર્વાદ થકી આપણી સંસ્કૃતિની આજે જગતભરમાં ચર્ચા થાય છે એ આપણા સૌ માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે આવા સંતગણના સંમેલન થકી ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ થાય છે.
પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી પ્રધુમનસૂરીશ્વરજી મહારાજ સાહેબ ભાઈ મહારાજને જન્મદિવસની શુભેચ્છા પાઠવી જણાવ્યું કે, હાલ સમગ્ર રાજ્યમાં “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન ચાલી રહ્યું છે તેમાં જોડાઈને આપણા ગામને સ્વચ્છ, સુંદર બનાવીએ. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના આ વડગામ તાલુકાના મગરવાડા ( Vadgam Magarwada ) વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી અનેકવિધ વિકાસના કાર્યો થયા છે
દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદી બનાસની ધરતી પર માં અંબા ના દર્શન કરવા પધારી રહ્યા છે અને સંતમહિમા મંચ પણ ઉપસ્થિત છે ત્યારે માતાજીના આશીર્વાદ સૌ પર વરસતા રહે એવી પ્રાર્થના કરું છું. આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પરમ પૂજ્ય અવિચલ દેવચાર્યજી મહારાજ, પ. પૂ. દિલીપદાસજી મહારાજ, મહંતશ્રી મોહનદાસજી મહારાજ, મહંતશ્રી વિજય સોમજી મહારાજ સહિત ના સંતશ્રીઓ અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.