આંધ્રપ્રદેશના વિઝિયાનગરમ જિલ્લામાં 29 ઓક્ટોબર 2023 – રવિવારે રાત્રે 7 વાગ્યે વિશાખાપટ્ટનમ-રગડા પેસેન્જર ટ્રેને સમાન રૂટ પર મુસાફરી કરતી વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેનને કોઠાવલાસા મંડલના કંટકપલ્લી અને અલામંદા વચ્ચે ટક્કર માર્યા બાદ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
આ ભયાનક અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 14 પર પહોંચ્યો છે જ્યારે 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે તેને જોતા ઘટના વધુ ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે, જોકે સ્થાનિક વહીવટીતંત્ર અને NDRFને સહાય અને એમ્બ્યુલન્સ અને અકસ્માત રાહત ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ જેને લઈને વધુ ખુવારી અટકાવી શકાઈ છે .
મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ (Chief Minister YS Jagan Mohan Reddy ) તાત્કાલિક રાહત પગલાં લેવા અને વિશાખાપટ્ટનમ અને વિઝિયાનગરમની નજીકના જિલ્લાઓમાંથી શક્ય તેટલી વધુ એમ્બ્યુલન્સ મોકલવાના આદેશો જારી કર્યા છે.
ઈસ્ટ કોસ્ટ રેલ્વે ( ECOR ) એ કહ્યું કે આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં બે ટ્રેનોની ટક્કર માનવ ભૂલને કારણે થઈ શકે છે. ઈસ્ટ કોસ્ટ રેલ્વે જવાબદાર અધિકારી એ જણાવ્યું કે, “વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન દ્વારા સિગ્નલનું ‘ઓવરશૂટિંગ’ થયું હતું. જેના કારણે બંને ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી.
ઓવરશૂટીંગ એટલે ટ્રેન જ્યારે લાલ સિગ્નલ પર રોકવાને બદલે આગળ વધે છે ત્યારે જે ઘટના બને તેને ઓવરશૂટીંગ કહે છે. અન્ય RAILWAY અધિકારીના જણાવ્યા અનુસાર, અકસ્માતને કારણે વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેન (Visakhapatnam-Rayagada Train No. 08504) અને વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન ( Visakhapatnam-Palasa Train No. 08532)ના બે પાછળના કોચ પાટા પરથી ઉતરી ગયા છે.
ઘાયલોને સારી સારવાર મળી રહે તે માટે નજીકની હોસ્પિટલોમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાને રેલવે સત્તાવાળાઓને આરોગ્ય, પોલીસ અને મહેસૂલ સહિતના અન્ય સરકારી વિભાગો સાથે સંકલન કરીને તાત્કાલિક રાહત પગલાં લેવા અને ઘાયલોને તાત્કાલિક તબીબી સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો.
આ દુર્ઘટના બાદ રેલવે મંત્રાલયે કેટલાક હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે.
https://x.com/RailMinIndia/status/1718667117720216002?s=20
Helpline
બીએસએનએલ નંબર 8500041670, 8500041671, 08912746330, 08912744619
એરટેલ નંબર 8106053051 8106053052
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ‘ટ્વિટર’ પર એક પોસ્ટમાં કહ્યું કે સરકારે પીડિતો માટે એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે.
https://x.com/AshwiniVaishnaw/status/1718702093249413214?s=20
અશ્વિની વૈષ્ણવે ( Railway Minister Ashwini Vaishnav ) કહ્યું, “તમામ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. એક્સ-ગ્રેટિયાની ચુકવણી શરૂ થઈ ગઈ છે – અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓ માટે રૂ. 10 લાખ, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે રૂ. 2 લાખ અને સાધારણ ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની જાહેરાત કરવામાં આવી છે.