ગુજરાતના રાજકારણમાં મોટા હલચલ થયા છે. ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી લોકસભા ચૂંટણી ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં લડાશે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચૂંટણી લડાશે. સાથે જ સરકાર કે સંગઠનમાં કોઈ ફેરબદલ નહીં થાય. સાથે જ લોકસભા ચૂંટણી સુધી કોઈ પણ ફેરબદલ નહી થાય. માત્ર સંગઠનમાં ખાલી પડેલા પદ ભરાશે. પીએમ મોદીના પ્રવાસ બાદ ખાલી પડેલા પદ ભરાશે. 26 બેઠકો પર હેટ્રીકના લક્ષ્ય સાથે ભાજપ કામ કરશે.
છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રીય નેતૃત્વમાં જશે. ભાજપના આંતરિક સૂત્રોનું કહેવું છે કે, પાટીલ નહિ બદલાય. આગામી લોકસભા ચૂંટણી સીઆર પાટીલ અને ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જ લડવામાં આવશે. જોકે, ભાજપ સંગઠનમાં પડેલી ખાલી જગ્યાઓ વહેલામાં વહેલી તકે ભરવામાં આવી શકે છે. પીએમ મોદીના રાજભવન રોકાણમાં સંગઠનમાં કોને સ્થાન આપવું તે અંગે ચર્ચા થઈ શકે છે. જેના બાદ સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ પર નિર્ણય લેવાશે.