દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ મુકેશ અંબાણી પાસે 20 કરોડ રૂપિયાની માંગ કરી છે અને કહ્યું છે કે જો પૈસા નહીં આપવામાં આવે તો તેણે પોતાનો જીવ ગુમાવવો પડશે. સૂત્રોએ જણાવ્યું કે 27 ઓક્ટોબરે એક અજાણ્યા વ્યક્તિએ મુકેશ અંબાણીના ઈમેલ આઈડી પર ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો.
ધમકીભર્યા ઈમેલમાં લખવામાં આવ્યું હતું- “જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે” આ ઈમેલ મળ્યા બાદ મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે, ગામદેવી પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.
Reliance Industries Chairman Mukesh Ambani received death threat on email on 27th October, threatening to shoot him if he failed to pay Rs 20 crores. Case registered under sections 387 and 506 (2) IPC in Gamdevi PS of Mumbai: Police
— ANI (@ANI) October 28, 2023
એવું નથી કે મુકેશ અંબાણીને પહેલીવાર ધમકી મળી છે. આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં એક વ્યક્તિએ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને એન્ટિલિયામાં મુકેશ અંબાણીના ઘરને બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. ધમકી મળતાં જ એન્ટિલિયાની સુરક્ષા વધુ કડક કરવામાં આવી હતી.