હાલ રાજ્યમાં બદલી અને બઢતીનો દોર જામ્યો છે. ફરી એકવાર ગુજરાતમાં મામલતદારોની બદલી અને બઢતી કરાઈ છે. રાજ્ય સરકારે મોટા પ્રમાણમાં મામલતદારોની બદલી અને પ્રમોશન કર્યા છે.જેમાં 55 મામલતદારની બદલી અને 161 નાયબ મામલતદારોને મામલતદારની બઢતી કરવામાં આવી છે.
સરકારના સબંધિત વિભાગ દ્વારા મોડી રાત્રે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું. જેમાં વર્ગ-2 ના 55 મામલતદારોની બદલી કરી નાખવામાં આવી છે.
જ્યારે 161 નાયબ મામલતદાર (વર્ગ-3) ના અધિકારીઓને મામલતદાર (વર્ગ-2) ની બઢતી આપતા આ અધિકારીઓના ઘરે લાપસીના આંધણ મુકાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
સરકારના સબંધિત વિભાગ દ્વારા મોડી રાત્રે ઉચ્ચ કક્ષાએથી બદલી-બઢતીના આદેશ છુટ્યા છે. બદલી-બઢતી / રેવન્યુ વિભાગ દ્વારા મોટી ફેરબદલ કરવામાં આવી, 55 જેટલા મામલતદારની બદલી કરાઇ, તો 162 નાયબ મામલતદારની એક સાથે બઢતી, રેવન્યુ વિભાગમા પણ મોટાપાયે બદલી થઈ છે. જુઓ લિસ્ટ કોની થઈ બદલી, તો કોને મળી બદલી સાથે બઢતી