અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. અમદાવાદમાં ગરમી અને બફારાના પ્રમાણમાં ઘટાડો થયો હોય તેમ લાગી રહ્યું છે. શહેરનું લઘુતમ તાપમાન 20.6 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ તાપમાનમાં પણ કોઇ મોટો ફેરફાર થાય એવું લાગતું નથી. આગામી બે દિવસમાં તાપમાન એકાદ ડિગ્રી સુધી નીચે આવી શકે છે. રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની કોઈ સંભાવના નથી.
રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે જયારે ડીસા અને નલિયામાં હાલ 20 ડિગ્રીએ નોંધાયું છે અને વડોદરામાં 20.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ ટ્રાન્ઝિશન મહિનો હોવાથી તાપમાન યથાવત્ રહેશે. બપોરે ગરમી અને વહેલી સવારે તથા મોડી રાતે ઠંડકનો અનુભવ થશે.