ઉલ્લેખનિય છે કે, 2022ની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને નુકસાન પહોંચાડવા બદલ કોગ્રેસે 15 હોદેદારોને સસ્પેન્ડ કર્યાં હતા. જો કે પાર્ટીએ હવે આ તમામ 15 સભ્યોના સસ્પેશન રદ્દ કર્યાં છે અને તેમને ફરી જવાબદારી સોંપાવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસની શિસ્ત સમિતિ દ્વારા સસ્પેન્શન રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચૂંટણી 2022માં કોંગ્રેસને નુકસાન પહોંચાડવા બદલ વિવિધ વિસ્તારોના હોદ્દેદારોને સસ્પેન્ડ કરેલ હતા. હવે જ્યારે લોકસભા ચૂંટણી 2024 ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે 15 જેટલા હોદ્દેદારોના સસ્પેન્શન રદ્દ કર્યાં છે. જેને લઈને આ હોદ્દેદારો ને ફરીથી નવીન જવાબદારી મળશે તેવી આશા બંધાઈ રહી છે . તો કેટલા કોંગ્રેસ પાર્ટીના વફાદાર લોકોને આ ઘટનાથી નારાજ થયા છે
જોકે પક્ષ દ્વારા આ તમામ 15 જેટલા હોદેદારોને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવેલ અને હાલે સસ્પેન્શન રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યારે લોકસભા ચૂંટણીનો માહોલ છે. અને કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણીમાં કેટલીક બેઠકો જીતવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ હવે આ તમામ 15 સભ્યોના સસ્પેશન રદ્દ કરી તેમને ફરી જવાબદારી સોંપાવાનો ભારે નિર્ણય કોંગ્રેસની શિસ્ત સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.
જાણો કયા 15 હોદેદારોના સસ્પેન્શન કરાયા રદ
1) ઈકબાલભાઈ મકલાઈ – ગીર સોમનાથ
2) ખુમાણભાઈ જીવાભાઈ સિંધવ – જૂનાગઢ
3) રણજીતસિંહ ખુમાણસિંહ પરમાર – જૂનાગઢ
4) રાજુભાઈ બાબુભાઈ સોલંકી – જૂનાગઢ
5) રાવણભાઈ લાખાભાઈ પરમાર – જૂનાગઢ
6) વાલભાઈ ખેર – જૂનાગઢ
7) વિજયભાઈ બારૈયા – ભાવનગર
8) રાજભાઈ મહેતા – ભાવનગર
9) અજમલજી નાથુજી રાનેરા – બનાસકાંઠા
10) નરેન્દ્રસિંહ પટેલ – પંચમહાલ
11) ગુલાબસિંહ બારીયા – પંચમહાલ
12) સ્નેહરશ્મિ ચૌહાણ – પંચમહાલ
13) બળવંતસિંહ રાવ – બનાસકાંઠા
14) મફાભાઈ રબારી – બનાસકાંઠા
15) કૈલાસદાન ગઢવી – બનાસકાંઠા