અમદાવાદ, વસ્ત્રાપુર હાટ ખાતે આદિજાતિ બાબતોનાં મંત્રાલયનાં ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ટ્રાઇફેડ) દ્વારા આદિ મહોત્સવ પ્રારંભ કરાયો
આદી મહોત્સવ તારીખ 25 ઓક્ટોબર થી 3 નવેમ્બર, 2023 દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે યોજાઇ રહ્યો છે.
ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, તેમજ કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડા દ્વારા આદી મહોત્સવ – રાષ્ટ્રીય આદિવાસી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું.
આદી મહોત્સવ ભારતના સ્વદેશી વારસાની ચાકળામાંથી પસાર થવા માટે એક અનન્ય, સહજીવન સેતુનું કામ કરે છે. આ કાર્યક્રમમાં કુલ 100થી વધુ સ્ટોલમાં ભારતની આદિવાસી સંસ્કૃતિ, કારીગરી, રાંધણ કળા અને આર્થિક પ્રયાસોના કેલિડોસ્કોપનું પ્રદર્શન કરવામાં આવશે.
આ આદી મહોત્સવમાં હસ્તકળા, હાથવણાટ, માટીકામ, ઝવેરાતનાં અન્ય આકર્ષણો ઉપરાંત ‘આદિવાસીઓ દ્વારા ઉગાડવામાં આવતી બાજરી‘ને પ્રદર્શિત કરવામાં આવશે.
આ ઉપરાંત ઓર્ગેનિક અને ક્રાફ્ટની ચીજવસ્તુઓને દર્શાવતા 74 સ્ટોલ પણ છે
આદિવાસી ભોજનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ વાનગીઓનું પ્રતિનિધિત્વ કરતા ચાર સ્ટોલની સ્થાપના કરવામાં આવી છે, જેમાં ડાંગી વાનગી એક અગ્રણી રાંધણ આકર્ષણ છે. તેમજ મશરૂમ્સ, મહુઆના ફૂલો, નાગલી બાજરી, કેરીનું અથાણું, વાંસની ચીજવસ્તુઓ અને જંગલી મધમાંથી રચાયેલા વન ધન વિકાસ કેન્દ્ર (વીડીવીકે) ઉત્પાદનોને સમર્પિત વધારાના 15 સ્ટોલ સામેલ છે.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી રમીલાબેન બારા અને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ભાઈ ડિંડોર, દિલીપ સંઘાણી, વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકર ઉપરાંત ટ્રાઈફેડના વરિષ્ઠ અધિકારીઓ રહ્યા.