લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફરીથી એક વાર બદલીઓનો દોર ચલાવવામાં આવ્યો છે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા વર્ગ-રના તાલુકા વિકાસ અધિકારીશ્રી ૧૬૪ જેટલાઓની બદલી કરવામાં આવેલ છે. જેમાં વર્ગ-ર ના ૧૯ જેટલા અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે હંગામી બઢતી આપવામાં આવી છે. બનાસકાંઠા જીલ્લાના ડીસા, દિયોદર,કાંકરેજ, થરાદ, વડગામ, વાવ, દાંતીવાડા, લાખણી, સુઈગામમાં નવા તાલુકા વિકાસ અધિકારી મુકાયા.
જેમાં ચિંતનકુમાર પી.પટેલ ગ્રામ વિકાસ એજન્સી પાટણ થી તાલુકા વિકાસ અધિકારી ડીસા,
તિરેનકુમાર પી.લાડલા ગ્રામવિકાસ એજન્સી પાલનપુર થી તાલુકા વિકાસ અધિકારી દીઓદર,
એ.એમ પંડ્યા વિરપુર થી તાલુકા વિકાસ અધિકારી કાંકરેજ,
કુ.કાજલ એન.આંબલીયા ગાંધીનગર થી તાલુકા વિકાસ અધિકારી થરાદ,
ગીતાબેન ભૂપતસિંહ ઠાકોર હારિજ થી તાલુકા વિકાસ અધિકારી વડગામ,
લક્ષ્મીબેન અનાજી ઠાકોર, ચાણસ્મા થી તાલુકા વિકાસઅધિકારી વાવ,
કલ્પનાબેન એ.ભુરીયા કડી થી તાલુકા વિકાસ અધિકારી દાંતીવાડા,
કલ્પેશકુમાર એ.ભાટીયા સુઈગામ થી તાલુકા વિકાસ અધિકારી ખેરાલુ,
હિતેશકુમાર વી.પટેલ થરાદ થી તાલુકા વિકાસ અધિકારી શંખેશ્વર,
ભૌમિક વિ.ચૌધરી વડગામ થી તાલુકા વિકાસ અધિકારી સમી,
મુકેશકુમાર પી.ત્રિવેદી માલપુર થી તાલુકા વિકાસ અધિકારી સરસ્વતી,
વાય એચ.ભાવસાર ભેસણ થી તાલુકા વિકાસ અધિકારી સાંતલપુર,
સી.બી.લીમ્બાચીયા સરસ્વતી થી તાલુકા વિકાસ અધિકારી ચાણસ્મા,
પ્રીતીબેન ગાભાજી ઠાકોર ના.તાલુકા વિસ્તરણ અધિકારી પાલનુપર થી તાલુકા વિકાસ અધિકારી શિહોર,
વિનોદભાઈ જે પરમાર ના.તા.વિસ્તરણ અધિકારી સહકાર પાલનપુર થી તાલુકા વિકાસ અધિકારી રાધનપુર,
બેલાબેન વિરમભાઈ પટેલ વિસ્તરણ અધીકારી મોરબી થી તાલુકા વિકાસ અધિકારી લાખણી,
વંદનાબેન મોતીભાઈ દેસાઈ વિસ્તરણ અધિકારી ગાંધીનગર થી તાલુકા વિકાસ અધિકારી સુઈગામ,
શામળભાઇ એચ. પટેલ લાખણી થી માંડવી,
જે જે ચૌધરી પાલનપુર થી જોટાણા બદલી કરાઈ છે.