ગુજરાત ના એસ ટી નિગમ દ્વારા આજરોજ વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી ના હાથે ગાંધીનગર બસ સ્ટેશનથી લીલીઝંડી બતાવી
નવી 40 બસોનું લોકાર્પણ કરવામાં આવેલ.
આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે એક વર્ષમાં મોટી સંખ્યામાં નવી બસો ST વિભાગ માં સામેલ થઈ છે. આવનારા એક વર્ષમાં બીજી નવી 2 હજાર બસો લવાશે. આને પ્રજાજનો ને આધુનિક સુવિધાઓ અપાશે.
નવા 2 હજાર UPI મશીન થકી નિગમની બસોમાં હવે UPIની સુવિધા મળશે UPIથી એસટી બસમાં ટિકિટ બુકિંગનો આજથી પ્રારંભ થયેલ.જેથી એસટીમાં મુસાફરી કરવા માટે છુટ્ટા રૂપિયાની માથાકૂટ થશે નહિ. ખિસ્સામાં રોકડા રૂપિયા નથી તો હવે મુસાફરો બસમાં બેસીને સ્વાઈપ કરીને ડિજિટલ પેમેન્ટ થકી ટિકિટ લઈ શકશે. જેથી મુસાફરો અને કંડક્ટરોને મોટી રાહત મળશે.
રાજ્યના ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી વધારવામાં આવશે.
દિવાળીમાં મુસાફરોની સુવિધામાં વધારો થશે. એસટી નિગમ દ્વારા 2×2 બસ બનવવામાં આવી છે. 40 બસ પૈકી અમદાવાદને 15 અને મહેસાણાને 7 બસ ફાળવાઇ છે. તેમજ વરોડાને 10, ગોધરાને 6 અને ભરૂચ ડેપોને 2 બસ ફાળવવામાં આવી છે.