દેશભરમાં દશેરા-વિજયા દશમીનો તહેવાર ઉજવાયો ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર પાલનપુર ખાતે શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો. જેમાં DySP, જિલ્લાના PI, PSI સહિત પોલીસકર્મીઓ એ હાજર રહીને શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્રનું પૂજન કર્યુ હતું.
નવરાત્રિના નવ દિવસનુ પર્વ એટલે નવદુર્ગા નવરાત્રિ. જેમાં 9 દિવસ સુધી માતાજીના અલગ અલગ રૂપ સાથે અસુરી શક્તિ પર આજરોજ વિજય મેળવવામાં આવ્યો હતો. સત્યનો અસત્ય સામે વિજય થયો હતો. તેમજ આજે ભગવાન રામના હાથે અહંકારી રાવણનો વધ કરવામાં આવ્યો હતો.
ભારત જેવા દેશમાં સનાતન ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે ભગવાન રામની પૂજા સાથે જ શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, શસ્ત્ર પૂજાના પર્વની શરૂઆત રાજા-મહારાજાઓએ કરી હતી, જે આજ સુધી ચાલી આવી છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત થાય છે. જેનાથી શત્રુ આપનો વાળ પણ વાંકો નથી કરી શકતો.
જેના કારણે સામાન્ય લોકોની સાથે ભારતીય સેના પણ પોતાના હથિયારોની પૂજા કરે છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર પાલનપુર ખાતે વિવિધ શસ્ત્રોનું શાંતિ માટે આહ્વવન કરીને વૈદિક વિધિ પૂજન- પ્રાર્થના કરવામાં આવેલ હતું