દિયોદર તાલુકાના પાલડી મીઠી ગામના સરપંચ રમેશકુમાર કાળાજી મોદીની દિયોદર પોલીસ દ્વારા તા.21 જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવેલ. જેઓ હાલે કેદમાં હોઇ ગામની વહીવટી કામગીરી થતી ન હોવાથી તાલુકા વિકાસ અધિકારી ના રીપોર્ટ અન્વયે જીલ્લા વિકાસ અધિકારીશ્રી એ રમેશભાઈ મોદીને પાલડી ગામના સરપંચ પદે થઈ ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવાનો આદેશ કરેલ છે. આ ઘટના ને સંપૂર્ણ જોઈયે તો દિયોદર તાલુકાના સુરાણા મુલકપુર પાસે દિયોદરના મહિલા એ.એસ.આઈ. તેમજ કોન્સટેબલ લવ મેરેજ કરનાર યુવક અને યુવતીને પોલીસ પ્રાઈવેટ નંબર પ્લેટ વગરની ગાડીમાં શિહોરી સીપીઆઈ ઓફીસે નિવેદન માટે લઈ જઈ રહ્યા હતા. તે દરમ્યાન અજાણ્યા શખસો દ્વારા ગાડી રોકાવી હુમલો કરવામાં આવેલ હુમલો કરનાર શખસો યુવતીને લઈ નાસી છુટ્યા હતા.
જે બનાવને લઈ ચકચાર મચી જવા પામેલ. બનાસકાઠા પોલીસે હુમલાખોરો ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન બનાસકાંઠા એલસીબી એ જહેમત ઉઠાવી રાજસ્થાનના પિંડવાડા નજીકથી કારનો પીછો કરી અપહરણકારોને ઝડપ્યા હતા જેમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરાઇ છે
તેમજ આ બનાવમાં દિયોદર તાલુકાના પાલડી મીઠી ગામના સરપંચ રમેશકુમાર કાળાજી મોદીની ભૂમિકા હોવાનું પોલીસ ને જાણવા મળતા ત્યાર બાદ દિયોદર તાલુકાના પાલડી મીઠી ગામના સરપંચ રમેશકુમાર કાળાજી મોદીની દિયોદર પોલીસ દ્વારા તા.21 જુલાઇના રોજ ગુના અન્વયે ધરપકડ કરવામાં આવેલ. અને રમેશભાઈ હાલે ચીફ કોર્ટ દિયોદરની કસ્ટડીમાં જિલ્લા જેલ પાલનપુર મુકામે કેદમાં છે
ત્યારે તાલુકા વિકાસ અધિકારી, દીયોદર ના રિપોર્ટ કે પાલડી મીઠી ગામની વહીવટી કામગીરી થતી નથી જે રીપોર્ટ અન્વયે જીલ્લા વિકાસ અધિકારી એ ૪ સપ્ટેમ્બર તેમજ ૯ અને ૧૯ ઓક્ટોબર ની સુનાવણી હાથ ધરી અને તા ૧૯ ઓકટોબર ના રોજ રમેશભાઈ મોદીને પાલડી ગામના સરપંચ પદે થઈ ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવાનો આદેશ કરેલ છે. જે આદેશ સામે તેઓ એક મહિના સુધી વિકાસ કમિશનર ને અપીલ કરી શકશે. આ ઘટના બાદ પાલડી મીઠી ગામના સરપંચ તરીકે હાલે ડેપ્યુટી સરપંચ વાઘેલા કૈલાસબાઇ ધીરજી ને ચાર્જ સોંપવામાં આવેલ છે.