બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે કેન્દ્ર સરકારે 130 કરોડના ખર્ચે પાલનપુર થી આબુરોડ તથા દાતા – અંબાજી રોડને જોડતા જુના આરટીઓ સર્કલ પર થ્રી લેયર એલિવેટેડ રોટરી રેલવે બ્રિજ મંજુર કર્યો હતો પરંતુ સરકારી કામકાજ હોય એટલે સમયની કોઈ લિમિટેડ હોતી જ નથી, કોન્ટ્રાક્ટર દ્વારા મંથરગતિએ કામ ચાલે જાય અને ભાવ વધારો લેતા જાય પરંતુ બની રહેલ આ બ્રિજ કોઈપણ જાતના વ્હીકલના ઘસારા કે વજન વગર પડી ભાગ્યો છે
આમ તો આ પુલ જ્યારથી બની રહ્યો છે, ત્યારથી નાની મોટી દુર્ઘટનાઓ બનતી જ રહે છે છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતના સલામતીના પગલાં લીધા વિના કામગીરી ચાલુ રહી છે. હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિર્દેશ અનુસાર દિવાળી પહેલા રાજ્યના તમામ રોડ રસ્તા નું કામ પૂર્ણ કરવાના આદેશ મુજબ ઝડપથી કામગીરી કરી આ પુલ પૂર્ણતાને આરે પહોંચ્યો હતો ત્યારે જ ભ્રષ્ટાચારનો ભૂત ફરીવાર ધૂણી ઉઠ્યું છે અને આ પુલ નો દાતા તરફનો ભાગ પડી ભાગ્યો છે
આ પુલ દુર્ઘટનામાં હાલે મળતી માહિતી મુજબ ત્રણ જેટલા લોકો નીચે દટાયા છે, પરંતુ જો આ પુલ પર અવરજવર ચાલુ થયા બાદ તૂટ્યો હોત તો કેટલા લોકોનો ભોગ લીધો હતો તે તો ભગવાન જ જાણે.. સલામતીની અને મજબૂતીની ખાતરી વગરની કામગીરીના કારણે આ પુલ પડ્યો છે કે કોઈ બીજું કોઈ કારણ છે આ ઘટના પાછળ ?
આ દુર્ઘટના કુદરતી છે કે સંપૂર્ણ રીતે માનવસર્જિત છે ?
આ સંપૂર્ણ વિગતની તપાસ થશે તો જ આ ઘટનાની સંપૂર્ણ માહિતી બહાર આવશે બાકી તો રામરાજ્ય અને પ્રજા સુખી..
બીજી કોઈ નવી ઘટના આવશે અને આ ઘટનાના ગુનેગારો ફરતા થઈ જશે..