સૂરત શહેરના યુવાનો ના ગ્રુપ યંગ ફેડરેશન ગ્રુપ દ્વારા “મહા રક્તદાન કેમ્પ” આયોજિત કરાયો.
આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો દ્વારા રકતદાન કરવામાં આવ્યું.
સૂરત યંગ ફેડરેશન ગ્રુપ ના અધ્યક્ષ તેમજ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા ના માર્ગદર્શન હેઠળ
આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ ની વિશેષ ઉપસ્થિતિ માં સમગ્ર કાર્યક્રમ યોજાયો.
સંસ્થાના અધ્યક્ષ પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ ઉપસ્થીત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રકતદાન કેમ્પ નો પ્રારંભ કરવામાં આવ્યો.
જ્યારે Gujarat BJP પ્રદેશ અધ્યક્ષ C.R. Patil તેમજ અન્ય આગેવાનો દ્વારા રકતદાન કરનાર યુવાનોને સન્માનપત્ર સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું.
Gujarat State Education Minister Prafulbhai Pansheriya એ કોર્પોરેટરથી શરુ કરીને મંત્રી સુધીની રાજકીય સફર દરમ્યાન પણ પોતાની સેવાકીય પ્રવુતિને જીવંત રાખી છે અને તેમના જ માર્ગદર્શન હેઠળ યંગ ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
આ Blood Donation Camp પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાળા, શહેર પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, Surat શહેર સંગઠન મહામંત્રીઓ, કોર્પોરેટરો ,અગ્રણી કાર્યકર્તા ઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.