શ્રી જય વિમલ નમીનાથ આરાધક જૈન સંઘ કંચનભૂમિ અમદાવાદ મધ્યે જ્ઞાન ની દેવી માં સરસ્વતી દેવી ની ત્રી-દિવસીય જાપ આરાધના યોજાઇ.
શ્રી સંઘ મધ્યે ચાતુર્માસિક આરાધનાર્થે બિરાજમાન પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી અનંતયશ વિજયજી ગણિવર્ય આદિ ઠાણાની પાવન નિશ્રામાં વિવિધ તપ આરાધના યોજાઇ રહી છે.
જેમાં પૂજ્ય શ્રી ની પ્રેરણા થી ત્રી- દિવસીય સરસ્વતી દેવીની જાપ આરાધના યોજાઇ જેમાં પ્રથમ બે દિવસ જાપ યોજાય ત્યારબાદ ત્રીજા દિવસે સરસ્વતી દેવી નું પૂજન યોજાયું
જ્ઞાન આપનાર સરસ્વતી દેવીનું પૂજન કરવાથી બાળકોને ઘણા લાભ થતાં હોય છે જેમકે યાદ શક્તિ વધે, બુધ્ધિ વધે, જ્ઞાન શક્તિ વધે, અને જ્ઞાન માર્ગે હંમેશા પ્રગતિ થયા જ કરે.
જેને લઇને આ પૂજન માં મોટી સંખ્યા માં બાળકો તેમજ શ્રાવક શ્રાવિકાઓ જોડાયા.
પૂજનમાં બેસનાર બાળકોને શ્રી સંઘમાંથી પૂજન માટેની વિવિધ વસ્તુઓ આપવામાં આવી હતી . રોજે રોજ જાપ અને પૂજન પૂર્ણ થયા બાદ બાળકોને મો મીઠું કરાવવામાં આવેલ.
તેમજ આ પૂજનમાં મોટી સંખ્યામાં શ્રીસંઘના સભ્યો પણ દર્શન માટે પધારેલ.