ગુજરાત માં આજ કાલ નાનીવયે હાર્ટ એટેકનો સિલસિલો સતત વધી રહ્યો છે.
અનેક નાનીવયના લોકો હાલતાં-ચાલતાં મોતને ભેટી રહ્યા છે.
સૂરત માં વધુ એક યુવાન મનોજભાઇ ધાણધારા (થરા, કાંકરેજ ) નું ગત રોજ ઓફિસ દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા દુખદ અવસાન થયું
જેને લઈને પરિવારમાં દુખની કાલિમા છવાઈ જવા પામી
મનોજભાઇ ધાણધારા મૂળ બનાસકાંઠા ના કાંકરેજ તાલુકાના થરા ગામના વતની હતા અને વેપાર માટે સૂરત આવી વસેલા હતા.
મનોજભાઇ કાંકરેજી જૈન સમાજ સુરત ના સેવાકીય કાર્યોમાં સતત અગ્રેસર રહેતા તેમજ જૈન સમાજમાં કારોબારી સમિતિ સ્થાન મેળવનાર મનોજભાઈ ધાણધારા સામાજિક તેમજ સેવાકીય કાર્યો માં સતત કાર્યરત રહેતા હતા .
ગતરોજ સાંજના સુમારે ઓફિસ માં વોશરૂમ ગયેલ જ્યાં હૃદયરોગનો હુમલો આવતા ઘટના સ્થળે જ મોતને ભેટેલ.
જેની જાણ થતાં અંતે વોશરૂમ નો દરવાજો તોડી તેમને બહાર નિકાળવામાં આવેલ.
બે દિકરા તથા એક દિકરીના પિતા મનોજભાઈ સામાજિક કાર્યોમાં સતત કાર્યશીલ હતા.
તેમની સ્મશાનયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયેલ. અને પરીવાર ને સાંત્વના આપવાનો પ્રયત્ન કરેલ.
આ દુખદ ઘટનામાં પણ સ્વ.મનોજભાઈના પરિવારજનો દ્વારા માનવતાની સરવાણી વહાવી સ્વ.મનોજભાઈના ચક્ષુદાન અપાયેલ જેની સૌએ અનુમોદના કરેલ