મુંબઈમાં યોજાયેલ એક એક્ઝિબેશન માં અંતિમ સંસ્કારની સેવા પુરી પાડતી એક કંપનીનો સ્ટોલ જોવા મળ્યો.
મુંબઈ માં સાન્તાક્રુઝ ખાતે આવેલ આ કંપની સુખાંત અંતિમ સંસ્કાર સેવા દ્વારા અંતિમ સંસ્કાર માટે બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
આમ જોવા જઈએ તો ભારતના માનવીય મૂલ્યોને શરમાવે તેવી આ બાબત છે પરંતુ
હાલ ના સમય માં લોકો કેવા તો વ્યસ્ત થયા છે તે પણ આ બાબત બતાવે છે
કલયુગ જામી ચૂક્યો છે દીકરાને બાપ માટે સમય નથી,
ભાઈ ને ભાઈ માટે સમય નથી, લોકો ને કોઈના માટે સમય નથી અને સાથે સાથે લોકો ને કોઈના પર વિશ્વાસ પણ નથી
પહેલા લોકો એકબીજા ના ત્યાં અંતિમ સંસ્કાર માં જતાં હતા પરંતુ હવે આવી છે આ કંપની જે અંતિમ સંસ્કારની સેવા પુરી પડે છે .
કંપનીની સભ્યપદ ફી રૂ. 37500/- છે
જેમાં પૂજારી, વાળંદ, કાંધિયા, સાથે ચાલનાર, રામ નામ સત્ય બોલનાર, બધા કંપનીના હશે. તદુપરાંત, કંપની પોતે જ અસ્થી પધરાવશે.
દેશની કંપનીઓ પણ સમજવા લાગી કે ભારતમાં સંબંધો જાળવવા માટે કોઈની પાસે સમય નથી.
ન તો તેના પુત્ર સાથે, ન તેના ભાઈ સાથે, ન કોઈ અન્ય સંબંધીઓ સાથે.
એક નવી સ્ટાર્ટ અપ કંપની છે, જેણે 50 લાખ રૂપિયાનો નફો કરી ચુકી છે. ભવિષ્યમાં તેનું ટર્નઓવર 2000 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી આશા ઓ રખાઇ રહી છે.