તહેવારોની સિઝનમાં ઘણા લોકો કાર ખરીદે છે. જો કે, મોટાભાગના લોકો પાસે રોકડમાં કાર ખરીદવા માટે પૂરતા પૈસા નથી. આ કારણોસર ઘણા લોકો કાર લોન લે છે.
જો તમે કાર લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે તમારી કાર લોન સંબંધિત તમામ માહિતી જેમ કે કેટલી લોનની જરૂર છે, દસ્તાવેજો અને કાર્યકાળ વગેરે જાણવી જોઈએ.
બેંકો સ્વ-રોજગાર અને માસિક પગાર ધરાવતા કર્મચારીઓને કાર લોન આપે છે. તમામ બેંકો કાર લોન પર અલગ-અલગ વ્યાજદર વસૂલે છે. સૌથી સસ્તી કાર લોન કોણ આપી રહ્યું છે તેની માહિતી અહીં આપવામાં આવી છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા કાર લોન પર 8.65 થી 9.75 ટકા સુધીનું વ્યાજ વસૂલે છે. જોકે પ્રોસેસિંગ ફી શૂન્ય હશે. જ્યારે ICICI બેંક 8.95 ટકા કે તેથી વધુ વ્યાજ વસૂલશે. પ્રોસેસિંગ ફી રૂ. 999 થી રૂ. 8,500 વચ્ચે હશે.
HDFC બેંક કાર લોન પર 8.75 ટકા વ્યાજ વસૂલશે. પ્રોસેસિંગ ફી રૂ. 3,500 થી રૂ. 8,000 અથવા કુલ રકમના 0.50 ટકા સુધીની હશે.
જ્યારે પંજાબ નેશનલ બેંક હોમ લોન પર 8.75 ટકાથી 9.60 ટકા સુધીનું વ્યાજ વસૂલશે. આ બેંક કુલ રકમના 0.25 ટકા અથવા રૂ. 1,000 થી રૂ. 1,500ની વચ્ચે પ્રોસેસિંગ ફી વસૂલશે.
કેનેરા બેંક કાર લોન પર 8.80 ટકાથી 11.95 ટકા સુધીનું વ્યાજ વસૂલે છે. આ બેંકમાં 31મી ડિસેમ્બર સુધી પ્રોસેસિંગ ફી માફ કરવામાં આવી છે.