ગુજરાતમાં આ વર્ષે વરસાદ સારા પ્રમાણમાં થયો છે. ગુજરાતના જળાશયમાં પણ પાણીની પુષ્કળ આવક થઇ છે. ખાસ કરીને ગુજરાતની જીવાદોરી એવી નર્મદા નદીને લીધે સરદાર સરોવર પણ છલકાયો હતો. સરદાર સરોવર થકી ગુજરાતને પીવાનું અને ખેડૂતોને સિચાઇ માટે પાણી ઉપલબ્ધ કરવામાં આવી રહ્યુ છે.
ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો તેમજ છેવાડા ના માનવી ની જરૂરીયાતો ને ધ્યાન માં લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવા તથા સિંચાઈ માટે નર્મદાનું પાણી ૧૫ માર્ચ ૨૦૨૪ સુધી આપવાનો જનહિતકારી નિર્ણય કરવામાં આવ્યો
ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ નહેરા આધારિત સિચાઇ પાણી પહોચાડવામા આવે છે. રાજ્ય સરાકરે ઉત્તર ગુજરાત વિસ્તારને ‘સુજલામ સુફલામ યોજના’ અન્વયે પાણી પહોચાડવાનો નિર્ણય કર્યો છે. તથા સૌરાષ્ટ્ર વિસ્તારને ‘સૌની યોજના’ દ્વારા આ પાણી અપાશે.
પીવાના હેતુ માટે 4,565 MCFT અને સિંચાઈના ઉપયોગ માટે 26,136 MCFT મળી કુલ 30,801 MCFT પાણી અપાશે. 16 ઓક્ટોબર 2023 થી 15 માર્ચ 2024 સુધીના સમયગાળા માટે પાણીની જરૂરીયાતની અગ્રતા ધ્યાને લઈ ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય. મુખ્યમંત્રીએ જે-તે સમયની સ્થિતીને અનુલક્ષીને ઉપલબ્ધતા અનુસાર વધારે પાણી ફાળવવા પણ સરદાર સરોવર નર્મદા નિગમને દિશાનિર્દેશો આપ્યા છે.