ગુજરાત માં છેલ્લા કેટલાક સામે થી બનાવટી નો બોલબાલા ખૂબ જ વધવા પામી છે. પહેલા તો બનાવટી લોકો પકડાયા પણ હવે બનાવટી ખાધ્ય સામગ્રીઓ પકડાઈ રહી છે પહેલા ઘી પછી પનીર, બટર, અને ચીઝ અને હવે આવ્યું બનાવટી દૂધ.
પહેલા લોકો રૂપિયાની છેતરપિંડી કરતાં હતા પરંતુ હવે ધુતારા લોકો સામાન્ય માનવીના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતાં પણ નથી ડરી રહ્યા.
મળતી માહિતી મુજબ બોટાદ LCBએ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામ માંથી બનાવટી દૂધનો જથ્થો ઝડપી પાડ્યો.
બોટાદ LCBએ બાતમીના આધારે બુબાવાવ ગામની સીમ માંથી અંદાજે 400 લીટર જેટલું નકલી દૂધ ઝડપી લઈને દૂધના સેમ્પલને લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.
લોકલ ક્રાઇમ બ્રાંચના દરોડામાં આ ફેક્ટરીમાંથી બનાવટી દૂધનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
જેને લઈને પોલીસે બનાવટી દૂધ સહિત 91 હજાર 520 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી જેજેરામ સંતરામભાઈ ગોંડલિયા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તેમજ આ બનાવટી દૂધનો કાળો કારોબાર કેટલા સમયથી ચાલતો હતો અને આ દૂધને કઈ ડેરીમાં ભરાવવામાં આવતું હતું. તે તમામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામની સીમમાંથી લોકલ ક્રાઇમ બ્રાંચે બનાવટી દૂધનો મોટો જથ્થો ઝડપ્યો છે.
પોલીસે કુલ 91 હજાર 520નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ 400 લિટર બનાવટી દૂધનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો.
આ આરોપી ઘણા સમયથી બનાવટી દૂધ બનાવી કાળો કારોબાર ચલાવી રહ્યા હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસે લાઈવ ડેમો કરાવ્યો હતો. જેમાં આરોપી જેજેરામ સંતરામભાઈ ગોંડલિયા પાણી અને મિલ્ક-પાઉડરને મિક્સ્ચર દ્વારા મિક્સ કરી એમાં વનસ્પતિ તેલ ઉમેરી બનાવટી દુધ બનાવી દૂધની ડેરીમાં ભરતો હતો.
પોલીસ સાથેની વાતચીતમાં આરોપીએ જણાવ્યું હતુ કે આ દૂધનો ટેસ્ટ અસલી દૂધ જેવો જ હોય છે.
પોલીસે ટેસ્ટ કરીને પણ ચેક કર્યું હતું. વધુ પાઉડર ઉમેરવાથી દૂધ વધુ ઘટ્ટ બને છે. જ્યારે વનસ્પતિ તેલ સાથે વ્યવસ્થિત રીતે મિક્સ્ચરમાં મિક્સ કરવાથી અસલી-નકલીનો ભેદ જાણવો મુશ્કેલ બની જાય છે.
આમ લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં લેભાગુ તત્વો ને સરકારી તંત્ર દ્વારા પાઠ ભણાવવો જોઈએ અને ફરીથી આવા કાર્યો ના થાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ