સરકારી કર્મચારીઓની અપ્રમાણસર મિલકતનો વધુ એક કેસ, હવે ભ્રષ્ટાચારીઓને કોઈનો ડર નથી.
બનાસકાંઠામાં એક સરકારી કર્મચારી પર એસીબી એ કર્યો કેસ દાખલ
થોડા મહિના અગાઉ બનાસકાંઠા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અમિત નરેન્દ્રભાઇ પટેલ 10 હજાર ની લાંચ લેતા ઝડપાયા હતા.
આ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી લાંચ લેવાનો મામલામાં ACB એ વધુ તપાસ કરતાં.
આ સરકારી બાબુ પર વધુ એક કેસ દાખલ થયો.
અમિત પટેલએ છાત્રાલયને ગ્રાન્ટ પાસ કરાવવા લાંચ લીધી હતી
જેમાં તેને લાંચ લેતા પકડી એસીબી એ કાર્યવાહી કરી હતી.
એસીબી ની તપાસ દરમ્યાન આરોપી સરકારી બાબુ પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવતા
અપ્રમાણસર મિલકતનો વધુ એક કેસ લાંચ લેનાર અમિત નરેન્દ્ર ભાઇ પટેલ સામે એસીબી એ કર્યો દાખલ.
તપાસ દરમિયાન 37,54,340 (સાડત્રીસ લાખ ચોપ્પન હજાર ત્રણસો ચાલીસ) રૂપિયા ની અપ્રમાણસર મિલકતનો કરવામાં આવ્યો કેસ..
પાલનપુર એસીબી એ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.