મારુ ગામ સ્વચ્છ ગામ અંતર્ગત આગામી 21 મી ઓકટોબર સુધી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, પુરાતત્વીય સાઇટ્સ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ અને પાણીના સ્ત્રોતોની સફાઈ કરવામાં આવી રહી છે.
કાંકરેજ તાલુકાના 45 ગામમાં તળાવ, હવાડા અને કુવાની સફાઈ કરવામાં આવી છે. જ્યારે 18 ગામમાં ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવી છે. દિયોદર તાલુકામાં 14 તળાવ અને 7 જાહેર પ્રતિમાઓ તેમજ પ્રવેશદ્વારની સફાઈ કરી સ્વચ્છતા સંદેશ આપવામાં આવ્યો હતો.
અમીરગઢ તાલુકાના 70 ગામોમાં પાણીના ટાંકા, પ્રતિમાઓ-11, તળાવો-6, નદીઓ-12, પાણીના સ્ત્રોતો-14 આમ કુલ-43 જગ્યાઓની સફાઈ કરવામાં આવી હતી. તેમજ 12 ગામે પાણીના ટાંકાની સફાઈ કરવામાં આવી હતી. જેમાં કુલ-145 કિલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.