મા આદ્યશક્તિની સાધના આરાધના અને ઉપાસનાનું પાવન પર્વ નવરાત્રિ પ્રારંભ થઇ ચુકી છે નવરાત્રિમાં શક્તિપીઠ અંબાજીમાં ગરબે ઘૂમવા અને પ્રવેશને લઇને કેટલાક નિયમો બનાવવામાં આવ્યાં છે. નવરાત્રિમાં શક્તિપીઠ અંબાજીમાં ગરબે ઘૂમવા અને પ્રવેશને લઇને કેટલાક નિયમો બનાવવામાં આવ્યાં છે.
અંબાજી મેનેજમેન્ટ તંત્રે નવરાત્રિમાં અંબાજીમાં ગરબે ઘૂમવાને લઇને કેટલાક નિયમો ઘડ્યા છે. જે મુજબ મહિલા અને પુરુષો સાથે નહીં ગરબા નહી રમી શકે. મંદિરમાં મહિલાઓ અને બાળકોને ગેટ નંબર 7થી પ્રવેશ મળશે. મહિલાઓ ચાચર ચોકમાં અને પુરૂષોને શકિતદ્વારથી પિત્તળ ગેટની વચ્ચેના ચોકમાં ગરબા રમવાના રહેશે.
તમામ ભક્તોને ઓળખપત્ર દર્શાવ્યા બાદ જ ગરબા રમવા માટે પ્રવેશ મળશે.
નવરાત્રીના પહેલા નોરતે અંબાજીમાં માંય ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. શક્તિપીઠ અંબાજી મંદિરમાં યાત્રાળુઓનો મોટો ઘસારો જોવા મળ્યો હતો. નવરાત્રીના પ્રારંભે અંબાજી મંદિર ભક્તોના જય અંબે નાદથી ગૂંજી ઉઠ્યો હતો અને ભક્તિમય માહૌલ સર્જાયો હતો