છેલ્લા 1 અઠવાડિયા કરતાં વધુ સમય થી ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારત સરકાર દ્વારા ભારતીય નાગરિકો ની સુરક્ષા ની ખાતરી સાથે નાગરિકો ને ભારત પરત લાવવા કમર કસી છે
ભારત સરકાર દ્વારા યુદ્ધની પરિસ્થિતિ માંથી ભારતીય નાગરિકો ને પરત લાવવા ઓપરેશન અજય શરૂ કર્યું આજે એની બીજી ફ્લાઇટ ભારત પરત આવી જેમાં 235 નાગરિકો સહી સલામત રીતે પોતાના પરીવારજનો પાસે પરત ફર્યા. Operation Ajay અંતર્ગત Israelથી બીજી ફ્લાઈટ આવી પહોંચી છે. જેમાં 235 Indian સ્વદેશ પરત ફર્યા છે. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
આ નાગરિકો ને આવકારવા વિદેશ રાજ્યમંત્રી એરપોર્ટ પર હાજર રહ્યા હતા. અને તમામ નાગરિકો ની ખબર અંતર પૂછ્યા હતા.
તમને જણાવી દઈએ કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 3000 લોકોના મોત થયા છે. અને ઇઝરાયેલ અને હમાસ બંને દેશો માં અત્યારે પરિસ્થિતિ રહેવા લાયક રહી નથી.
ઇઝરાયેલ માં નાગરિકો ની સુરક્ષાને લઈને પૂરતા બંદોબસ્ત હોય છે પરંતુ હમાસ દ્વારા કરવામાં આવેલા ગોરીલા જેવા હુમલાને કારણે આ સમયે ઇઝરાયેલની સરકાર પણ લડાઈ કરી રહી છે અને બીજી તરફ સિરીયા તરફથી પણ યુદ્ધ શરૂ થયું છે જેને લઈને ઈઝરાયેલ ની મુશ્કેલીમાં વધારો થયો છે.
ભારતીય ઓફિસરો ના જણાવ્યા અનુસાર, ભારતીય નાગરિકો ને લઈ જતી ફ્લાઈટ શુક્રવારે રાત્રે 11.02 કલાકે તેલ અવીવથી ઉડાન ભરી હતી. ભારતીય દૂતાવાસે કહ્યું કે દૂતાવાસે ત્રીજા બેચમાં સામેલ લોકોને ઈમેલ દ્વારા જાણ કરી છે. લોકોને અનુગામી ફ્લાઇટ્સ માટે ફરીથી મેસેજ કરવામાં આવશે.
#WATCH | Second flight carrying 235 Indian nationals from Israel, arrived in Delhi; received by MoS MEA Rajkumar Ranjan Singh#OperationAjay pic.twitter.com/qdlpj1aRf7
— ANI (@ANI) October 14, 2023