પાટણ જિલ્લા ખાતે પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની ઉપસ્થિતિમાં ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજના તથા પૂર્ણા યોજના અંતર્ગત બ્લોક કક્ષાનો ‘સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત’ થીમ હેઠળનો કિશોરી મેળો યોજાયો હતો. કાર્યક્રમમાં હેતલબેન ઠાકોરે સંબોધન કર્યું હતું અને દીકરીઓ અને મહિલાઓને સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં પંચાયત પ્રમુખ દ્વારા દિકરીઓને યોજનાકીય સમજ અપાઈ હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૫થી બેટી બચાવો બેટી પઢાવો યોજના, વર્ષ ૨૦૧૯થી વહાલી દીકરી યોજના તથા વર્ષ ૨૦૧૮થી પૂર્ણા યોજના કાર્યાન્વિત છે. આ તમામ યોજનાઓમાં દીકરી જન્મને પ્રોત્સાહન, દીકરીઓના શિક્ષણ, પોષણ, બાળલગ્ન, સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી યોજનાઓના સંકલનમાં ભારત સરકારની થીમ “સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત ” હેઠળ સંયુક્ત ઉપક્રમે જિલ્લા તથા તાલુકા કક્ષાએ “સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત” થીમ હેઠળ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું .